________________
૩૩૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
જમીન કોતરીને, અંદર પોલાણ કરીને રહેનારા જીવો; તે ગધૈયાના આકારવાળા હોય છે. (૨) પાણી સુકાઈ ગયા પછી જળાશયોની પૃથ્વીમાં તિરાડ પડે છે તેને 'ભૃગુ' કહે છે. તેમાં અનેક જાતિના જીવો રહે છે. (૩) ઉનિંગ = સરળ બિલ, તે પૃથ્વીમાં ઊંડા હોય છે. વિવિધ જાતિના જીવો પૃથ્વી ખોદીને તેમાં દર કરીને અંદર રહે છે. (૪) ઉનિંગ = તાલમૂળના આકાર જેવું બિલ. તે ઉપરથી બહુ નાનું હોવા છતાં અંદર મોટું અને પહોળું હોય, તેમાં વિવિધ જીવો રહે છે. (૫) ભમરા–ભમરીઓનાં દર(ઘર). ઉપલક્ષણથી તે સિવાય વિવિધ જાતિના જીવો પથ્વીમાં વિવિધ પ્રકારનાં દરો કરીને રહે છે, ભીંતોના ખૂણાઓમાં, લાકડા વગેરેની કોતરણી ઇત્યાદિ ખાંચાવાળાં અનેક સ્થાનોમાં જાળા બાંધીને, માટીનાં ઘર બનાવીને અથવા બીજી પણ રચના કરીને રહેતાં હોય છે, તે સૂક્ષ્મ હોય તો તેને પણ ઉપલક્ષણથી અહીં સમજી લેવા. (૫) પનકસૂમ :- લીલ ફૂગ. તે પણ પાંચ વર્ણવાળી કહી છે. જે જે પદાર્થમાં જળનો અંશ હોય કે વર્ષાની ભીની હવા જેને લાગી હોય, તે તે પદાર્થમાં તે ઉત્પન્ન થાય છે. તેનો વર્ણ જુદો જુદો હોય છે. શરીર સૂક્ષ્મ હોવાથી તેને ઓળખવી મુશ્કેલ છે. પાણીથી ભીંજાયેલી જમીન ઘણા સમય સુધી સુકાયા વિનાની ભીની રહે, તો ત્યાં વિવિધ વર્ણની પનક ઉત્પન્ન થાય છે. સૂર્યનો તાપ પડતાં તે અચિત્ત અને ચમક હીન થઈ જાય છે. પાપડ વગેરે પૂર્ણ સુકાયા ન હોય અને તેને ડબ્બા વગેરેમાં ભરી દેવામાં આવે તો તેમાં કેળાં, કેરી વગેરે ફળો અધિક પાકી જતાં, સડી જતાં તેમાં તેમજ કાચી ચાસણીવાળા પંડા, બરફી વગેરે મિષ્ટાનમાં પનક થાય છે. પૂર્ણ તળાયા વિનાના ચૂરમા વગેરેના લાડુ બે-ત્રણ દિવસ પછી ભાંગતા વચ્ચે સફેદ વર્ણ દેખાય છે તે પણ પનક હોય છે. આ રીતે વિભિન્ન વસ્તુઓમાં વિવિધ પ્રકારની વિવિધ વર્ણ– વાળી પનક થાય છે. પાણીના અંશ વિનાના સ્થળોમાં થતી લીલફુગની પહેલાં ત્યાં રસજ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે અને તે યોની સચિત્ત બને છે. તે પછી જ ત્યાં લીલફગ ઉત્પન્ન થાય છે. કારણ કે લીલફગ અચિત્ત સ્થાનમાં ઉત્પન્ન થતી નથી. પરંતુ સચિત્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે. () બીજ સૂક્ષમ :- રાજગરાના બીજ, ખસખસના દાણા અને વખદાણા તેમજ વડ વગેરેના કેટલાક ઝાડોના બીજ એવાં સૂક્ષ્મ હોય છે કે બારીક દષ્ટિએ જોવાથી જ ઓળખાય છે, તે બીજ સૂક્ષ્મ સમજવા. (૭) વનસ્પતિ સૂક્ષમ :- વર્ષના પ્રારંભમાં સૂક્ષ્મ અંકુરાઓ ઊગે છે. જે અત્યંત સૂક્ષ્મ હોય છે. તેને અહીં વનસ્પતિ સૂક્ષ્મ કહ્યા છે. (૮) ઈડા સમ:- સુક્ષ્મ ઈડાના પાંચ પ્રકાર છે– (૧) મધમાખી, માંકડ વગેરેના ઉદ્દેશ અંડ (૨) કરોળીયા વગેરેના ઉત્કલિકા અંડ (૩) કીડીઓનાં પિપીલિકા ખંડ (૪) ઢેઢ ગરોળીનાં હલિકા અંડ (૫) કાઠિંડીના હલ્લોલિકા અંડ કહેવાય છે. ઉપરાંત ઉપલક્ષણથી બીજા પણ બેઇન્દ્રિયાદિ વિવિધ સંમૂર્છાિમ જીવોનાં ઈડા સમજી લેવા.
આ જીવોને સૂક્ષ્મ નામકર્મનો ઉદય નથી પરંતુ તેનું શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી સહજરૂપે દષ્ટિગોચર થતું નથી, સૂક્ષ્મતાપૂર્વક અવલોકન કરવાથી જ દેખાય છે. આ આઠ પ્રકારના સૂક્ષ્મ સ્નેહ, પુષ્પ, લવિંગ, પનક, બીજ, વનસ્પતિ, આ છ જવો સ્થાવર છે અને પ્રાણ સૂક્ષ્મ તથા સૂક્ષ્મ ઇડા આ બે ત્રસ છે.