________________
૩૩૨ ]
શ્રી દશવૈકાલિક સત્ર
શબ્દાર્થ - સવ્વભૂપસું = સર્વ પ્રાણીઓના વિષયમાં ૩વરણો = હિંસાથી ઉપરત, વિરત થાય, હિંસાનો પરિત્યાગ કરે વાયા = વચનથી = કર્મથી તમે = ત્રસ પ = પ્રાણીઓની જ Mિા = હિંસા ન કરે વિવિરં= વિચિત્ર સ્વરૂપવાળા ના = જગતને પજ્ઞ = દેખે, જાણે, જુએ. ભાવાર્થ:- સર્વ પ્રાણીઓની હિંસાથી વિરામ પામેલા મુનિ મન, વાણી કે કર્મથી, હાલતા-ચાલતા ત્રસ જીવોની હિંસા કરે નહીં તેમજ સર્વ પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થઈ, વિવિધતા અને વિચિત્રતાથી યુક્ત જગતુ જીવોને જ્ઞાન દષ્ટિથી જુએ અર્થાત્ સંયમમય વર્તન રાખે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે અહિંસા ધર્મના પાલન માટે ષડૂજીવનિકાયરૂપ જગત્ જીવોનું ક્રમિક સ્વરૂપ અને તેની રક્ષા–દયાના વિવિધ ઉપાયો રજૂ કર્યા છે.
આચાર પ્રણિધિનું મૂળ અને સારભૂત તત્ત્વ અહિંસા છે અર્થાત્ શ્રમણોનો સંયમ અહિંસા પ્રધાન છે તથા પાંચ મહાવ્રતમાં પણ અહિંસા મહાવ્રતની પ્રાથમિકતા છે તેથી અહીં પણ સુત્રકારે આચારપ્રસિધિના કથનમાં અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. માનવની જેમ જેમ જરૂરિયાતો ઘટે તેમ-તેમ હિંસા ઘટે; હિંસા ઘટે તેમ કરુણા અને અનુકંપાભાવમાં વૃદ્ધિ થાય છે. આ રીતે સાધકના જીવનમાં પણ જેમ જેમ સંયમ ધર્મમાં પરિપક્વતા થતી જાય છે તેમ તેમ તેના અહિંસા આચારમાં સ્થિરતા આવતી જાય છે.
- પ્રસ્તુત ગાથાઓનો વિષય સરલ અને સુબોધ્યા છે. શબ્દાર્થ અને ભાવાર્થથી તે વિષયની સ્પષ્ટતા થઈ જાય છે. તે વિષયોને હૃદયંગમ કરી સાધક જીવ દયા પાલનમાં સફલ થાય, તે જ ગાથાઓનો મર્મ છે. અચ્છા ગોળ-અક્ષણયોગ. ક્ષણ = હિંસા, અક્ષણ = અહિંસા.યોગ = પ્રવૃત્તિ, વ્યાપાર. અહિંસામય પ્રવૃત્તિ અક્ષણયોગ કહેવાય છે. સુપુર્વ – શુદ્ધ પૃથ્વી. શસ્ત્ર વડે પરિણત ન થયેલી પૃથ્વી અર્થાત્ સચિત્ત પૃથ્વી. અહીં શાસ્ત્રકારે સાધુને શુદ્ધ પૃથ્વી પર બેસવાનો નિષેધ કર્યો છે.
સળો તપાસુયં - સાધુને ગ્રહણ કરવા યોગ્ય પાણીના બે પ્રકાર છે– (૧) ઉકાળેલું પાણી (૨) ધોવણ પાણી. અહીં સિખો અને તત્ત શબ્દ ગરમ પાણી માટે પ્રયુક્ત થયો છે. તેનો અર્થ છે પૂર્ણ તપ્ત થયેલું, ઉકાળેલું ગરમ પાણી, ધોવણ પાણી માટે શાસ્ત્રમાં અને ગ્રંથોમાં જુયે શબ્દપ્રયોગ જોવા મળે છે. તેનો અર્થ છે– પૂર્ણ અચિત્ત થયેલું, શસ્ત્ર પરિણત થયેલું પ્રાસુક ધોવણ પાણી. પાણી સામાન્ય ગરમ કરવા માત્રથી જીવ રહિત થતું નથી. તે પૂરેપૂરું ઉકળે ત્યાર પછી જ પ્રાસુક બને છે. તેના માટે અહીં લખાવા સાથે તે શબ્દ યોજાયેલ છે.
તે ઉપરાંત ગરમ પાણીના કુંડ કે ગરમ પાણીના ઝરણા વગેરેનું પાણી જે તપ્ત કર્યા વિના(ઉકાળ્યા વિના) સ્વભાવિકરૂપે ગરમ હોય છે, તે પણ સચિત્ત અને મુનિઓને અગ્રાહ્ય હોય છે. કારણ કે તે પાણી ગરમ હોવા છતાં તપાવેલું નથી. આ કારણે જ અહીં તત્ત શબ્દની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કુંડ વગેરેના