________________
૩૨૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
* સ્વાધ્યાય અને ધ્યાન આ બંને સાધક જીવનના અનિવાર્ય અંગ છે, તે સંબંધી સૂચનો પણ આ અધ્યયનમાં છે. તેના સહારે આત્મા પરમાત્મા બને છે.
આ રીતે અનેકવિધ ઉપાયો દ્વારા આચાર–પ્રસિધિને આત્માસાત્ કરવાની કળા આ અધ્યયનમાં છે. જિનેશ્વર પ્રભુના સાધના માર્ગમાં આવ્યા પછી સાધકને તે આચારપાલન દ્વારા આત્મગુણોને પ્રગટ કરવાનો રાજમાર્ગ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારપછી પ્રતિદિન આત્મગુણોમાં વૃદ્ધિ કરી તેને સુરક્ષિત રાખવા તે દરેક સાધકનું કર્તવ્ય થઈ જાય છે. માટે તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, શાસન સેવાયોગ વગેરે અનુષ્ઠાનોની આરાધના કરતી સમયે સાધકનું લક્ષ આત્મગુણોની વૃદ્ધિ પર હોવું જોઈએ અને તેને આંતર નિરીક્ષણ પણ કરતા રહેવું જોઈએ. તેમાં પણ ગુણવૃદ્ધિની સાથે ગુસ્સો, ધમંડ કે યશકામના વગેરે દૂષણો જીવનમાં પ્રવેશી ન જાય, તેનું ધ્યાન રાખવું અત્યાવશ્યક થઈ જાય છે. આ રીતે દૂષણ રહિત ગુણોની અભિવૃદ્ધિ તે જ આચાર પ્રવિધિ ની સફળતા છે.
આચાર પ્રવિધિ એ દીક્ષા. પ્રવજ્યા સંયમ વગેરેનો વિશિષ્ટ પર્યાયવાચી શબ્દ છે.