________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૨૫
આઠમું અધ્યયન જ પરિચય
જે
* આ અધ્યયનનું નામ આચાર પ્રસિદ્ધિ છે. * આ અધ્યયનમાં અખંડ એક વિષય નથી તેમજ ક્રમિક વિષયો પણ નથી પરંતુ બહુમુખી સંયમ જીવનોપયોગીઆચાર વિચાર વિષયક વિવિધ હિત શિક્ષાઓ છે જે માનો કે વીણી–વીણીને એકઠી કરીને ભડાર રૂપે ભરેલી હોય તેમ જણાય છે. માટે આ અધ્યયનનું નામ આચાર પ્રસિદ્ધિ છે. * આચાર પ્રસિધિને પ્રાપ્ત કરીને સાધકની બાહ્ય અને આત્યંતર શુદ્ધિ થાય છે તથા ઇન્દ્રિય અને મનને ચોક્કસ દિશામાં પ્રવાહિત કરવાનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. સંયમ ધનરૂપી અનંતગુણોમાં વૃદ્ધિ થાય તેવા સરલ સુગમ અને રોચક માર્ગદર્શન આ અધ્યયનમાંથી મળે છે. તે સર્વ માર્ગદર્શન નાના મોટા સમસ્ત સાધકો માટે અતીવ ઉપયોગી છે.
* આ અધ્યયનમાં વર્ણિત છકાય જીવોની રક્ષા, વિશેષ યતના માટે આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોનું સ્વરૂપ, શ્રમણોને યોગ્ય સ્થાન, શય્યા, આસન, ગૌચરીની વિધિ વગેરે વિષયોના જ્ઞાન દ્વારા સાધક સંયમી જીવન જીવવાની કળા સારી રીતે શીખી શકે છે.
* સાધુએ સંસારના સર્વ સંયોગોનો ત્યાગ કર્યો છે તેમ છતાં તેને ડગલેને પગલે ઇન્દ્રિય વિષયોનો સંયોગ થતો જ રહે છે. તોપણ મુનિ ઇન્દ્રિય વિજેતા કહેવાય છે. તે બિરુદને સાર્થક કરવા માટેની સાધન સામગ્રી આ અધ્યયનમાંથી મેળવી શકાય છે.
* શ્રમણોને આંખ દ્વારા અવનવા દશ્યો દેખાય, કાન દ્વારા ઘણું ઘણું સંભળાય પરંતુ જોયેલી કે સાંભળેલી સર્વ વાતો અન્યને કહેવાય નહીં, પરંતુ કેટલીય વાતો તેણે મનમાં જ સમાવી લેવાની હોય છે. આ પ્રકારની ગંભીર શિક્ષાઓ આ અધ્યયનમાં છે.
* કષાયવિજય, નિદ્રાવિજય, હાસ્ય ત્યાગ વગેરે વિષયોના સુંદર નિર્દેશ સાધુને માટે પ્રેરક છે. * કેદ કુનું મહાપરાં જેવું સોનેરી સૂત્ર સાધનામાં વીર રસ ભરી દેહાતીત અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. * ના સદા ખિલતો- સંયમ શ્રદ્ધાનું સાતત્ય, જીવનના અંત સુધી રહેવું જરૂરી છે. જો તે સાતત્ય જળવાઈ રહે તો જ સાધક સફલીભૂત થઈ લક્ષ્યસિદ્ધ કરી શકે છે.