________________
અધ્ય.-૭ : સુવાક્ય શુદ્ધિ
= ચઢયા છે કળણ્ = ઉન્નત થયા છે અથવા ઘણા છે ચુકે વાહણ્ = આ વાદળું વરસી ચૂક્યું છે. ભાવાર્થ:- વાદળ, આકાશ કે રાજા જેવા માનવને મુનિ "આ દેવ છે—આ દેવ છે," એવું કહે નહિ. પરંતુ વાદળાને જોઈને કહે કે આ વાદળ ઉપર ચઢયા છે, ઊંચે ઘેરાઈ રહ્યા છે અથવા પાણી ભરેલા છે અથવા આ વાદળાઓ વરસી ગયેલા છે; એ પ્રમાણે કહે.
५३
अंतलिक्खे त्तिणं बूया, गुज्झाणुचरियत्ति य । रिद्धिमंतं णरं दिस्स, रिद्धिमंतं ति आलवे ॥
છાયાનુવાદ : અન્તરિક્ષમિતિ તદ્ બ્રૂયાત્, ગૃહ્માનુતિમિતિ ૨ । ऋद्धिमन्तं नरं दृष्ट्वा, ऋद्धिमान् इत्यालपेत् ॥
૩૨૧
શબ્દાર્થ:- f = આકાશ પ્રતિ અંતતિવશ્વે ત્તિ - અન્તરિક્ષ મુન્નાપુત્તરિય ત્તિ - અદશ્ય રહેનાર દેવોથી સેવિત છે એ રીતે જૂષા = કહે નિષ્ક્રિયતા - ઋદ્ધિશાળી પર = મનુષ્યને વિલ્સ – જોઈને િિમત ત્તિ - આ ઋદ્ધિવાળો છે એમ આહવે = કહે.
=
=
ભાવાર્થ :- મુનિઓ પ્રયોજન હોય તો આકાશને અંતરિક્ષ અથવા દેવાનુચરિત માર્ગ(દેવોનો આવવા– જવાનો માર્ગ) છે, તેમ કહે અને ઋદ્ધિશાળી મનુષ્યને જોઈને તે ઋદ્ધિશાળી છે તેમ કહે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મેઘ, આકાશ અને માનવ પ્રત્યે અતિશયોક્તિ પૂર્ણ વચનનો નિષેધ અને યથાયોગ્ય ગુણોનું કથન કરવાનું વિધાન છે.
પ્રાચીનકાલમાં સામાન્ય જન સમાજ કે પ્રકૃતિના ઉપાસકો વાદળ કે આકાશ જેવા પ્રાકૃતિક તત્ત્વોને દેવ તરીકે ઓળખીને તેમાં અદ્ભુતતાનો આરોપ કરતા હતા. વૈભવશાળી અને ચમત્કારિક પુરુષોને દેવ કહેવાનો રિવાજ હતો. આ પ્રકારે લોકોમાં અંધશ્રદ્ધા, વહેમ જેવા દુર્ગુણો પેસી જતા હતા. જૈન દર્શને વ્યક્તિ પૂજા કે વસ્તુ પૂજાને ક્યારે ય મહત્ત્વ આપ્યું નથી. તેણે ગુણ પૂજાને જ મહત્ત્વ આપી વાસ્તવિકતા પ્રગટ કરી છે.
જૈન દર્શન અનુસાર વાદળા પુદ્ગલ સમૂહરૂપ છે. આકાશ અરૂપી અજીવ દ્રવ્ય છે. ગમે તેવો ચમત્કારિક પુરુષ હોય પરંતુ તે મનુષ્યગતિને જ ભોગવી રહ્યો છે. તેને દેવ કહેવું તે અસત્ય વચન છે, મિથ્યા માન્યતા છે. તેથી સાધુ તેવા પ્રકારનું ભાષણ ન કરે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. અંતરિક્ષ અને ગુલ્લાનુચરિત આ બંને શબ્દો નભ અને મેઘ બંન્નેના વાચક છે.
ઉપસંહાર : શિક્ષા વચન :
५४
तहेव सावज्जणुमोयणी गिरा, ओहारिणी जा य परोवघाइणी । से कोह लोह भयसा व माणवो, ण हासमाणो वि गिरं वइज्जा ॥