________________
૩૨૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં યુદ્ધ માટેની આગાહી સંબંધી અને માનવ શક્તિની બહારની કુદરતી સંજોગો સંબંધી નિરર્થક વચનયોગથી બચવા માટે નિષેધાત્મક નિરૂપણ છે. દેવામાં મyયા... – યુદ્ધ એ મહાપાપમય પ્રવૃત્તિ છે, તે વિષયમાં જય-પરાજય વિષયક સંકલ્પ વિકલ્પોનું ચિંતન મનન; એ પણ પાપકર્મ બંધનું કારણ છે. માટે મુનિ તે વિષયમાં કોઈપણ ચિંતન અથવા પોતાનો અભિપ્રાય પ્રગટ કરવા રૂપ વચન પ્રયોગ કરે નહીં.
યુદ્ધ સંબંધી તથા પ્રકારના કથનમાં સાધુને યુદ્ધની અનુમોદનાનો દોષ લાગે, બીજા પક્ષ સાથે વેરભાવ વધે, તેને આઘાત પહોંચે તથા અધિકરણાદિ દોષની સંભાવના રહે છે. વાળો કુદ... – આ ગાથામાં નિષિદ્ધ કરેલા વિષયમાં વચન પ્રયોગ કરવો એ અર્થહીન પ્રવર્તન છે. કારણ કે કોઈના બોલવા ન બોલવાથી તે કુદરતી પ્રવૃત્તિઓમાં કંઈ પણ ફેર થતો નથી. કુદરતી તત્ત્વો વિષે સાધુનું વચન કોઈને પ્રિય-અપ્રિય લાગે, તેમજ કોઈને હર્ષ કે શોક અથવા રાગ કે દ્વેષ જન્મે; આ રીતે દોષ પરંપરાની વૃદ્ધિ થાય છે.
નિશ્ચયજ્ઞાની વિના સામાન્ય છદ્મસ્થ કોઈપણ પ્રકારની આગાહી કરે અને તેમ ન થાય તો લોકમાં સાધુની નિંદા-હાંસી થાય અને જિન શાસનની લઘુતા થાય, લોકોને શ્રદ્ધા-ભક્તિનો ભાવ ઘટી જાય. આ રીતે ભવિષ્ય કથન સાધુ માટે સ્વ–પર ઉભયને હાનિકારક છે. વેH - (૧) લડાઈ ઝગડા, કલેશ કંકાસ યુદ્ધ–મહાસંગ્રામ ન થાય તેમજ આ પ્રકારનો કોઈ પણ ઉપદ્રવ ન હોય તેવી પરિસ્થિતિને ક્ષેમ કહે છે. (૨) ક્ષેમનો અર્થ શુભ લક્ષણ થાય છે. તેનાથી સંપૂર્ણ રાજ્યમાં નિરોગતા વ્યાપ્ત થાય છે. સિવં -રોગ-મારી મરકી આદિનો અભાવ અથવા ઉપદ્રવોનો અભાવ. કલ્યાણકારી, મંગલકારી વાતાવરણ. પ્રાકૃતિક તત્ત્વો વિષયક ભાષા વિવેક :
तहेव मेहं व णहं व माणवं, ण देव देव त्ति गिरं वएज्जा । ५२
संमुच्छिए उण्णए वा पओए, वएज्ज वा वुढे बलाहए त्ति ॥ છાયાનુવાદ તથૈવ મેયં વા નો વા માનવં, ન ફેવતિ નિરં રહેતા
संमूर्च्छित(समुच्छ्ति ) उन्नतो वा पयोदः, वदेद्वा वृष्टो बलाहक इति ॥ શબ્દાર્થ:- મેહં વાદળાને બહું-આકાશને મળવું- કોઈ મનુષ્યને લેવલ ત્તિ આ દેવ છે આ દેવ છે આ પ્રમાણે ભાષા વફજ્ઞાનબોલે, પરન્તુ વાદળાને જોઈને પોપ-આ મેઘ સમુચ્છિા