________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
૩૧૭
ગૃહસ્થ સાથે આદેશ વચન વિવેક :४७
तहेवासंजय धीरो, आस एहि करेहि वा ।
सयं चिट्ठ वयाहि त्ति, णेवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ તથ્રવાસયત થી, માસ્ત્ર પદ સુર વા
शेष्व तिष्ठ व्रज इति, नैवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ –ધીરે ધૈર્યવાનું સાધુ અનર્થ = અસંયમીને, ગૃહસ્થને કાર = અહિંયા બેસો દ = અહીં આવો વદિ = આ કાર્ય કરો સંય = અહિંયા સૂઈ જાઓવિદુ = ઊભા રહો વયાદિ = અમુક સ્થાન પર જાઓ. ભાવાર્થ- ધીર અને પ્રજ્ઞાવાન સાધુ ગૃહસ્થો સાથે અહીં આવો, અહીં બેસો, સૂવો, ઊભા રહો, ત્યાં જાઓ ઇત્યાદિ શબ્દોનો વ્યવહાર કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ગૃહસ્થ સાથે કાયિક પ્રવૃત્તિમાં આદેશ વચન વ્યવહારનો પૂર્ણતઃ નિષેધ કરવામાં આવ્યો છે.
અહીં ગૃહસ્થ માટે અસંયત શબ્દનો પ્રયોગ છે, તેનું તાત્પર્ય એ છે કે તે ગૃહસ્થ-શ્રાવક સંવરની પ્રવૃત્તિમાં નથી અને તેઓ સમિતિ પૂર્વક પ્રવૃત્તિ કરે તેવું જરૂરી નથી. માટે તે ગૃહસ્થ દ્વારા થતી સૂક્ષ્મતમ આશ્રવ કે અવિવેક પૂર્વકની પ્રવૃત્તિની પુનિથી અનુમોદના ન થઈ જાય, તેવા ઉત્તમ લક્ષ્યથી તેની સાથે આદેશ સૂચક વ્યવહારનો અહીં નિષેધ કર્યો છે. પ્રતિપક્ષમાં સાધુએ શું બોલવું તેનું સ્પષ્ટીકરણ ગાથામાં નથી; તેને ગુરુ પરંપરાથી સમજવું જોઈએ. યથા
તમે નજીક આવી બેસી શકો છે, તમે શા માટે ઊભા છો, બેસવામાં કંઈ હરકત નથી. પાછળ શા માટે બેસો છો, આગળ દયાપાળો; હવે તમને જેમ અવસર, અમારે ગોચરી આવી ગઈ છે; તમારે વ્યાખ્યાન સાંભળવું હોય તો તેનો આ સમય છે. વ્યાખ્યાન આદિમાં લાભ લેતા નથી, થોડો સમય કાઢવો જોઈએ. હવે સુવાનો સમય થઈ ગયો છે. તમારે ધર્મ લાભ લેવાનો હોય તો અમે રાત્રિએ દસ વાગ્યા સુધી બેસીએ છીએ. તાત્પર્ય એ છે કે આદેશાત્મક અને સાવધ વચન પ્રયોગ ન હોય, તેમ ધ્યાન રાખવું જોઈએ. સાધુ-અસાધુ વિવેક :
बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो । ण लवे असाहु साहुत्ति, साहु साहुत्ति आलवे ॥
४८