________________
૩૧૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
મુનિ ન કરે. સાવધ ભાષાના દોષો:- અહીં વ્યાખ્યાકારે દોષો દર્શાવતાં સ્પષ્ટ કર્યું છે કે કોઈક વનમાં વૃક્ષો દેવાધિષ્ઠિત પણ હોય છે; વૃક્ષાદિ વિષયક સાવધકારી ભાષાના પ્રયોગથી ક્યારેક તે વ્યંતર દેવ કોપિત થાય અને ઉપદ્રવ કરે; ગૃહસ્થ તેવા શબ્દો સાધુના મુખે સાંભળીને આરંભ-સમારંભ કરે; તેવા પ્રકારના પાપકારી ભાષા પ્રયોગોથી પ્રવચનની લઘુતા થાય અને સંયમનો નાશ થાય. પ્રભુ આજ્ઞાની ઉપેક્ષાથી વિરાધના અને અંતે સંસાર ભ્રમણ થાય. તેથી સાધુ તેવી પરપીડાકારી કે હિંસક ભાષાનો પ્રયોગ ન કરે.
ભાષા વિવેક - ભાષા વિષે પૂર્ણ સંયત અને વચન ગુપ્ત યોગી શ્રમણ વૃક્ષાદિના વિષયમાં પ્રયોજન વિના તો કાંઈ બોલે જ નહીં અને માર્ગ દર્શાવવા માટે કે અન્ય પ્રયોજન વશ બોલવાનો પ્રસંગ આવે તો સૂત્રોક્ત ભાવ અનુસાર અને ભાષાના વિવેક સાથે બોલે, જેમ કે- આ વૃક્ષો ઉતમ જાતિના છે; વૃક્ષો ફૂલના ભારથી નમી રહ્યા છે; વિસ્તૃત છે; વગેરે ભાષા પ્રયોગમાં કોઈપણ પ્રકારનાં કર્મબંધનું નિમિત્ત બનતું નથી. અહીં સુત્રકારનો આશય એ છે કે સાધુના વચન વ્યવહાર અને ભાવભંગીમાં જીવ વિરાધના રૂ૫ સાવધતા (પાપયુક્તતા) ન આવી જાય અને મન, વચનના યોગ વડે પણ તે કર્મબંધથી સર્વથા દૂર રહે. માટે મુનિએ સુત્રોક્ત માર્ગદર્શનને આદર આપી ભાષા સમિતિનો વિવેક રાખવો જોઈએ.
પાલવમાનં :- અહીં બે પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રાસદ બનાવવા માટે અને સ્તંભો માટે આ વૃક્ષ યોગ્ય છે; ઉપયુક્ત છે (૨) પ્રાસાદના, મહેલના સ્તંભો બનાવવા યોગ્ય છે. અહીં બીજા અર્થમાં સમાયુક્ત એક શબ્દ સ્વીકાર્યો છે.
તિહાસ :- નગર દ્વારની આગળને પરિઘ અને ગૃહદ્વારની આગળને અર્ગલા કહે છે. ૩૬ :- (૧) અરહટ ઘટ્ટિકાથી(રેંટથી) નીકળતું પાણી જેમાં પડીને આગળ સંચાર થાય અર્થાત્ રેંટની ઘડી જેમાં પાણી નાખે તે કાષ્ટમય જલનાળીને ઉદક દ્રોણી કહેવાય. (૨) પાણી રાખવાની મોટી કાષ્ઠમય જળ કુંડી (૩) આચારાંગ સૂત્ર અનુસાર કાષ્ઠમય નૌકા. રીદવા ધાના:- આ શબ્દોમાં ત્રણ પ્રકારે વક્ષની વિશાળતા દર્શાવી છે– ઊંચાઈમાં. ગોળાઈમાં અને પહોળાઈમાં. નાળિયેર, તાડ આદિ વૃક્ષો લાંબા-ઊંચા હોય છે. અશોક, નંદી આદિ વૃક્ષ ગોળ હોય છે. વડ આદિ વક્ષ વિશાળ હોય છે. આ સર્વે વિસ્તૃત હોવાથી અનેકવિધ પક્ષીઓના નિવાસરૂપ હોય છે.
रूढा
. - આ પાંત્રીસમી ગાથામાં વનસ્પતિ(ધાન્યાદિ)ની ઊગવાની ક્રમિક સાત અવસ્થાનું કથન છે, અર્થાત્ બીજ અંકુરિત થાય પછી ક્રમશઃ વિકસિત થઈ અંતે પુનઃ બીજ થાય ત્યાં સુધીની અવસ્થાઓના શબ્દો આ પ્રમાણે છે
(૧) = બીજ વાવ્યા પછી તે પ્રાદુર્ભત થાય–કોટો ફૂટે તે પ્રથમ અવસ્થા રૂઢ છે. (૨) વહુ સંબૂથા બીજ અંકુરિત થાય, પ્રથમ કોમળ પાન ફૂટે તે અવસ્થાને સંભૂત કહે છે. (૩) fથા = ભૂણ–કોટો નીચેની તરફ વધીને મૂળ રૂપે વિસ્તાર પામે તે અવસ્થાને સ્થિર કહે છે. (૪) સદા = તે મૂળ કંદ રૂપે