________________
અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ
૩૦૫
ભાવાર્થ - તે ગોવંશને જોઈને મુનિ આ પ્રમાણે બોલે– આ બળદ તરુણ છે. આ ગાય દુઝણી છે. આ બળદ નાનો અથવા મોટો છે અને આ બળદ ધોરી છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પંચેન્દ્રિય જીવો સંબંધી વિધિ અને નિષેધરૂપે ભાષાનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
તાવ ના ત્તિ આવે :- પંચેન્દ્રિય જીવોમાં નર કે માદાનો નિશ્ચય ન થાય ત્યાં સુધી તેને જાતિથી જ સંબોધન કરવું ઉચિત છે. સ્ત્રી, પુરુષના નિશ્ચય વિના તેને સ્ત્રી કે પુરુષ બોલવાથી તેમાં અસત્ય ભાષણની સંભાવના રહે છે.
જે શબ્દો ભાષા સાહિત્યમાં(ભાષાની દષ્ટિએ) સ્ત્રીલિંગ કે પુરુષલિંગરૂપે પ્રચલિત હોય તે શબ્દનો તે રીતે પ્રયોગ કરવામાં કોઈ દોષ નથી; કારણ કે તે ભિન્ન વિષય છે, તેનો અહીં પ્રસંગ નથી. જેમ કે પથ્થર, માટી, કીડી, મકોડા, ભમરો, માખી વગેરે. આ સર્વ જીવો નપુંસક વેદવાળા હોવા છતાં તેના માટે સ્ત્રીલિંગ કે પુરુષલિંગ વાચી શબ્દ પ્રયોગ, ભાષા શાસ્ત્રની દષ્ટિએ(વ્યાકરણની અપેક્ષાએ) થાય છે.
તદેવ માસ પj. - બાવીસમી ગાથામાં મનુષ્ય પશુ સંબંધી નહીં બોલવા યોગ્ય શબ્દો છે અને ગાથા ૨૩માં તેઓ માટે બોલવા યોગ્ય શબ્દો છે– (૧) નહીં બોલવા યોગ્ય શબ્દો પાછળ માનવ પ્રકૃતિના અવગુણો તેમજ અવિવેક હોય છે અને પરિણામોમાં સામેની વ્યક્તિ પ્રત્યે હાસ્ય, કુતૂહલ, ચંચળતા, છીછરાપણું, તિરસ્કાર કે અપમાનના ભાવો ભરેલા હોય છે તેમજ કોઈ શબ્દો તે જીવો માટે અમનોજ્ઞ, પરિતાપકારી અને હિંસાકારી હોય છે; ઈત્યાદિ કારણોથી તે શબ્દો નહીં બોલવા યોગ્ય છે. (૨) બોલવા યોગ્ય શબ્દો પાછળ માનવ પ્રકૃતિના ગુણો– ગંભીરતા, વિચારકતા અને વિવેક હોય છે અને સામેની વ્યક્તિની લાગણી ન દુભાય તેવા સહજ અને સુંદર શબ્દો શોધીને બોલવાનો પ્રયત્ન હોય છે, માટે તે શબ્દોને અહીં બોલવા યોગ્ય કહ્યા છે.
મનુષ્યોને અને કેટલાક પશુઓને પોતાના માટે અપમાનજનક કે તિરસ્કારજનક શબ્દો સાંભળ ૧ને દુઃખ થાય, તેનાથી તેમને બોલનાર પ્રત્યે વૈરભાવ થાય અને બદલો લેવાની ભાવના થાય, તેથી પાપની પરંપરા વધે; એમ જાણીને મુનિ ભાષા બોલવામાં પૂર્ણ વિવેક રાખે.
તદેવ શો ફુટ્ટાઓ... :-ચોવીસમી ગાથામાં ગાય, વાછરડા કે બળદ માટે નહીં બોલવા યોગ્ય શબ્દો છે અને પચીસમી ગાથામાં તેઓ માટે બોલવા યોગ્ય શબ્દો છે. તે શબ્દો પાછળનો આશય ઉપર પ્રમાણે સમજવો. વિષયની સ્પષ્ટતા શબ્દાર્થ ભાવાર્થમાં થઈ ગઈ છે.
ગાય દોહવા યોગ્ય છે, બળદ નાથવા યોગ્ય છે, રથમાં જોડવા યોગ્ય છે, તેવી ભાષા આરંભકારી, પશુઓ માટે પીડાકારી અને સાવધકારી છે. પરંતુ ગાય દુઝણી છે, બળદ યુવાન છે વગેરે શબ્દપ્રયોગ નિરવધભાષા રૂપ છે.