________________
૨૯૬ |
શ્રી દશવૈકાલિક સત્ર
શબ્દાર્થ-જ0 - જે પદાર્થોના વિષયમાં સંવ - શંકા જ હોય. ભાવાર્થ - ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ સંબંધી, જે બાબતમાં મુનિને શંકા હોય (અર્થાત્ જે વિષયને નિશ્ચિતરૂપે જાણતા ન હોય) તે સંબંધમાં "આ આમ છે" તે પ્રમાણે ન કહે.
अईयम्मि य कालम्मि, पच्चुप्पण्णमणागए । १०
णिस्संकियं भवे जंतु, एवमेयं तु णिद्दिसे ॥ છાયાનુવાદઃ ાને, પ્રત્યુત્પનાના રે !
निःशङ्कितं भवेद्यत्तु, एवमेतदिति तु निर्दिशेत् ॥ શબ્દાર્થ - i = જે પદાર્થ વિષે શિસ્તવિજય = નિઃશંકિત ભલે હોય ઉત્તેિ = કહે. ભાવાર્થ:- ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ સંબંધી જે બાબતમાં મુનિ સંશય રહિત હોય તે વિષયમાં "આ પદાર્થ આમ છે" (તેમ છે) એ પ્રમાણે કહે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ત્રિકાલમાં થનારા કાર્ય વિષયક અને પદાર્થના સ્વરૂપ વિષયક નિશ્ચયકારી ભાષાના વિવેકનું કથન કર્યું છે. તન્હા છાનો... - આ પૂર્વની પાંચમી ગાથામાં વેષ સંબંધી શંકિત ભાષાનો નિષેધ કર્યો છે અને અહીં બે ગાથાઓમાં આગામી કાલની ક્રિયા સંબંધી નિશ્ચિત ભાષાનો નિષેધ છે, જેમ કે- હું આ કાર્ય કરીશ, હું આવીશ, જઈશ, અમુક વ્યક્તિ કરશે વગેરે ક્રિયા વિષયમાં મુનિ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ ન કરે. કારણ કે ભવિષ્યકાલ અવ્યક્ત અને અજ્ઞાત છે; ક્યારે શું થાય? ક્યારે વિચારોમાં પરિવર્તન થઈ જાય ? તેનો નિશ્ચય કેવળી ભગવાન સિવાય અન્ય કોઈ સામાન્ય જ્ઞાની કરી શકતા નથી.
તેમ જ ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે ય કાલ સંબંધી કોઈ પણ વિષયની (૧) પૂર્ણ જાણકારી ન હોય (૨) તેમાં શંકા હોય તો તેના વિષયમાં મુનિ નિશ્ચયકારી ભાષા ન બોલે (૩) જે વિષયમાં તે નિઃશંક હોય, જે વિષયની યથાર્થ જાણકારી હોય તે વિષયમાં મુનિ સ્પષ્ટ અને નિશ્ચિત યોગ્ય ભાષાનો પ્રયોગ કરે. નિશ્ચયકારી ભાષાના દોષ – (૧) સાધુની ભાષાસમિતિ દૂષિત થાય. (૨) જિનાજ્ઞાનો લોપ થાય. (૩) સાધુના કથનમાં ફેર પડે તો લોકોને સાધુના વચન પરથી વિશ્વાસ ઊઠી જાય. (૪) લોકોને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ઘટી જાય. (૫) શાસનની લઘુતા થાય.
ઉપરોક્ત નિષિદ્ધ ભાષાને બદલે મુનિ આ રીતે બોલે—