________________
૨૯૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
મુદ્દો = ખરડાય છે, પાપથી સ્પષ્ટ થાય છે પુ = તો પછી ગ = જે પુરુષ મુસં = અસત્ય વ = ભાષણ કરે છે વિજ પુખ = તેના માટે તો શું કહેવું? ભાવાર્થ:- જે મનુષ્ય અન્ય વસ્તુને તેના આકાર વેશ જોઈને તે આકાર અનુસાર કહી દે તો તે પણ પાપથી સ્પષ્ટ થાય છે, તો પછી સ્પષ્ટ જુઠું બોલનારના પાપનું તો કહેવું જ શું? જેમ કે કોઈ સ્ત્રીએ પુરુષનું રૂપ ધારણ કર્યું હોય તેવા વેશને જોઈને તેને કોઈ પુરુષ કહે તો પણ તે બોલનાર વ્યક્તિને સૂક્ષ્મ રીતે અસત્યનું પાપ લાગે છે. તો પછી સ્પષ્ટ રીતે જુદું બોલનારને પાપ લાગે તેમાં આશ્ચર્ય શું?
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂક્ષ્મ અને સ્કૂલ, બંને પ્રકારના અસત્યથી પાપકર્મનો બંધ થાય છે, તેમ દર્શાવ્યું છે. પિત્તાં જ તારૂં. :- સ્થૂલ અસત્યમાં સામાન્ય રીતે સર્વ પ્રકારના અસત્યનો સમાવેશ થાય છે અને સૂક્ષ્મ અસત્યમાં અજાણતા, ભૂલથી કે ભ્રમથી બોલાતા અસત્યનો સમાવેશ થાય છે. પ્રસ્તુતમાં લિંગ-વેશભૂષાની વિપરીતતાના ભ્રમથી બોલાતા અસત્યનું કથન છે. જેમ કે કોઈનાના છોકરાને છોકરીના વસ્ત્રો પહેરાવ્યા હોય અને કોઈ તેને ભ્રમથી "છોકરી છે" એમ કહે તો પણ તેને અસત્યનો દોષ થાય છે. આ વાતને સમજાવવા ગાથામાં બે શબ્દ વિશેષનો પ્રયોગ છે–વિતરંજ તાજું વિતથનો અર્થ છે વેશથી વિપરીત વ્યક્તિ અને તાd નો અર્થ છે વેશ અનુસાર કથન; બંનેનો અર્થ થાય છે– દેખાતા વેશમાં તેનાથી વિપરીત વ્યક્તિને વેશ પ્રમાણે સંબોધન કે નિર્દેશ કરવો તે સૂક્ષ્મ અસત્ય છે.
સત્ય ભાષાના દશ પ્રકારમાં ચોથો પ્રકાર રૂપ સત્ય છે. જેમ કે– પુરુષ વેષધારી સ્ત્રીને પુરુષ કહેવું તે રૂપ સત્ય ભાષા છે.
- પ્રસ્તુત ગાથામાં આ પ્રકારની ભાષા પ્રયોગનો નિષેધ છે. તેનું તાત્પર્ય એ છે કે જ્યાં સ્ત્રી અથવા પુરુષ હોવામાં સંદેહ હોય, તેને કેવળ બાહ્ય વેષના આધારે જ સ્ત્રી કે પુરુષ ન કહેવું જોઈએ પરંતુ સ્ત્રી વેષધારી કે પુરુષ વેષધારી કહેવું જોઈએ.
સુત્રકારે વિશાળ દષ્ટિકોણથી સત્ય આદિ બોલવા યોગ્ય અને ન બોલવા યોગ્ય ભાષાઓનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે પ્રમાણે સાધુઓએ સત્ય અને વ્યવહાર ભાષાનો વિવેકપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. નિશ્વયકારી ભાષાનો વિવેક :
तम्हा गच्छामो वक्खामो, अमुगं वा णे भविस्सइ । अहं वा णं करिस्सामि, एसो वा णं करिस्सइ ॥ एवमाइ उ जा भासा, एसकालम्मि संकिया । संपयाइयमढे वा, तंपि धीरो विवज्जए ॥