________________
૨૯૨
વક્તવ્ય ભાષા :
असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज पण्णवं ॥
છાયાનુવાદ : અસત્યામૃળાં સત્યાં , અનવદ્યામશામ્। समुत्प्रेक्षां असंदिग्धां, गिरं भाषेत प्रज्ञावान् ॥
શબ્દાર્થ :- પળવું = પ્રજ્ઞાવાન્ સાધુ બળવન્ગે = નિરવધ, પાપથી રહિત અવસ અકર્કશ કોમળ, મૃદુ અવિદ્ધ - અસંદિગ્ધ, સંદેહ રહિત અસન્નમોર્સ ર્િ = અસત્યામૃષા, વ્યવહાર ભાષાને સત્ત્વ = સત્ય ભાષાને સમુપ્તેĒ = સારી રીતે વિચારીને મસિન્ગ = બોલે. ભાવાર્થ :- બુદ્ધિમાન્ ભિક્ષુ નિષ્પાપ, કૌમળ, વિચારેલી અને સંદેહ રહિત સત્ય ભાષા અને વ્યવહાર ભાષા બોલે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શ્રમણને કલ્પનીય ચાર ગુણોથી યુક્ત બે ભાષાઓ બોલવાનું નિરૂપણ છે. તે બોલવા યોગ્ય ભાષા બે પ્રકારની છે– સત્ય અને વ્યવહાર. તેના સૂત્રોક્ત ચાર ગુણો આ પ્રમાણે છે– (૬) મળવĒ :- જે ભાષા બોલવાથી કોઈ પણ સાવધ કાર્યની પ્રેરણા ન થાય, કોઈનું દિલ ન દુભાય તે અનવદ્ય(નિષ્પાપ) ભાષા કહેવાય.
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૨) અવસ :- જે ભાષા તીક્ષ્ણ અને ખૂંચતી ન હોય પરંતુ મૃદુ અને પ્રિયકારી હોય તે અકર્કશ (કૌમળ) ભાષા કહેવાય.
(૩) સમુપ્પેĒ :– બોલતાં પહેલાં જેના સંબંધમાં પૂર્ણ વિચાર કરી લીધો હોય કે– આ વચનો બોલવાથી હાનિ, લાભ શું થશે; મારે માટે બોલવા યોગ્ય છે કે કેમ ? બીજાને કોઈ પ્રકારે દુઃખકારી તો નહિં થાય ? ઇત્યાદિ વિચાર કર્યા પછી બોલાતી ભાષા સારી રીતે વિચારેલી ભાષા કહેવાય.
(૪) અક્ષવિદ્ઘ :– સ્પષ્ટ અને સત્ય જાણકારી યુક્ત બોલાતી ભાષા અસંદિગ્ધ(સંદેહ રહિત) ભાષા
કહેવાય.
૪
આ રીતે સત્ય અને વ્યવહાર બે કલ્પનીય ભાષાઓમાં પણ મુનિ આ ચાર ગુણયુક્ત ભાષાનો પ્રયોગ કરે. અસ્પષ્ટ મિશ્ર ભાષા ત્યાજ્ય :
एयं च अट्ठमण्णं वा, जं तु णामेइ सासयं । स भासं सच्चमोसं च, तंपि धीरो विवज्जए ॥