________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
૨૯૧ |
જુદી રીતની હોય એટલે માત્ર આદેશ, નિર્દેશ કે સૂચન રૂપ હોય તેને વ્યવહાર ભાષા કહેવાય છે. વોહં તુ વિણવં સિ :- ઉપરોક્ત ચારે ભાષાનું સ્વરૂપ જાણીને સાધુ સત્ય અને વ્યવહાર તે બે પ્રકારની ભાષાઓના વિનયને, પ્રયોગ કરવાના વિવેકને શીખે અર્થાત્ બંને ભાષાઓનો નિરવધ સ્વરૂપે પ્રયોગ કેમ થાય? તેવો વિવેક શીખે. શેષ બે ભાષાનો સર્વથા ત્યાગ કરે.
અવક્તવ્ય ભાષા :
जा य सच्चा अवत्तव्वा, सच्चामोसा य जा मुसा ।
जा य बुद्धेहिं णाइण्णा, ण तं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદઃ યા સત્યા અવક્તવ્ય, સત્યાગ્રુષા ૨ યા કૃષT I
या च बढेरनाची, न ता भाषेत प्रज्ञावान ॥
શબ્દાર્થ – ના = જે ભાષા સખ્યા = સત્ય છે પરંતુ અવળા = પાપકારી હોવાથી બોલવા યોગ્ય નથી લડ્યા મોલ = સત્યામૃષા, મિશ્ર છે મુલા = મૃષા છે યુદ્ધ = તીર્થકર દેવો દ્વારા બાપા = અનાચરિત છે તે = તે ભાષાને પણ = પ્રજ્ઞાવાનું સાધુ છ માસા = બોલે નહીં. ભાવાર્થ:- પ્રજ્ઞાશીલ સંયમી સત્ય ભાષા પણ જો બોલવા યોગ્ય ન હોય તો બોલે નહીં. તેમજ મિશ્ર ભાષા અને મૃષા ભાષાને તીર્થકરોએ ત્યાજ્ય કહી છે, માટે તેવી ભાષાને બુદ્ધિમાનું સાધુ બોલે નહિ.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શ્રમણની અકલ્પનીય ચાર ભાષાઓનું કથન છે. યથા- (૧) અવકતવ્ય સત્ય (૨) મૃષા (૩) મિશ્ર, (૪) શાસ્ત્રમાં નિષિદ્ધ કે જિનેશ્વરો દ્વારા અનાજ્ઞાપિત અર્થાત્ તીર્થકરોએ અનાચીર્ણ કહી છે.
આ સુવાક્ય શુદ્ધિ અધ્યયનમાં અને આચારાંગ સૂત્રમાં તથા અન્ય શાસ્ત્રોમાં જે વચન પ્રયોગનો નિષેધ હોય તે સર્વ અકલ્પનીય ભાષા છે. તેને યુદં રૂપ કહેવાય છે. જેમ કે ગૃહસ્થને આવો, જાઓ વગેરે આદેશ વચન, તેમજ હે બાપ, હે કાકા, હે મામા વગેરે સંબંધજનક સંબોધન વચન આ અધ્યયનમાં તીર્થકર દ્વારા અનાજ્ઞાપિત છે.
ના ૫ સવા વરબ્બા :- જો સત્ય અને વ્યવહાર ભાષા પણ કર્મબંધનું કારણ બને, પાપ પ્રવૃત્તિને વધારનારી હોય, કર્કશ કે કઠોર હોય; જેનાથી રાગ-દ્વેષાદિ વધે, પૂજ્યજનો પ્રત્યે અનાદર થાય, વિષય કષાયની વૃદ્ધિ થાય, અન્યનું અહિત થાય તેવી ભાષા સત્ય હોવા છતાં મુનિએ બોલવી નહીં. આ પ્રકારની ભાષાને સૂત્રકારે અવક્તવ્ય સત્ય કહી છે.