________________
૨૯૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
સાતમું અધ્યયન - સુવાક્ય શુદ્ધિ
ભાષાના પ્રકાર અને વિવેક :
चउण्हं खलु भासाणं, परिसंखाय पण्णवं ।
दोण्हं तु विणयं सिक्खे, दो ण भासिज्ज सव्वसो ॥ છાયાનુવાદઃ વતાં હજુ ભાષાનાં, પરિસંધ્યાય પ્રજ્ઞાવાના
द्वाभ्यां तु विनयं शिक्षेत, द्वे न भाषते सर्वशः ॥ શબ્દાર્થ – પર્વ = પ્રજ્ઞાવાનું સાધુ ૩૬ હતું = સત્યાદિ ચાર માસM = ભાષાઓના સ્વરૂપને પસિવાય = સર્વ રીતે જાણીને વોટ્ટ ત = બે ભાષાઓનો વિષય = વિનય સીખે, પ્રયોગ કરવાનો વિવેકસિ = શીખે, રાખે તો = બે ભાષાઓનો સવ્વતો = સર્વથા ભાવિન્ગ = બોલે નહિ, પરિત્યાગ કરે. ભાવાર્થ:- પ્રજ્ઞાવાનું ભિક્ષ સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર આ ચારે ય પ્રકારની ભાષાના સ્વરૂપને જાણીને, સત્ય અને વ્યવહાર બે પ્રકારની ભાષાઓનો વિનય શીખે, અર્થાત્ બે પ્રકારની ભાષા વિવેકપૂર્વક બોલે. તે સિવાય અસત્ય અને મિશ્ર આ બે પ્રકારની ભાષાનો સર્વથા ત્યાગ કરે. વિવેચન :
વાક્યશુદ્ધિ અધ્યયનની આ પ્રથમ ગાથામાં હેય, શેય અને ઉપાદેય ભાષાઓની સંખ્યા દર્શાવી છે. જેમાં– ૪ શેય, ૨ હેય અને ૨ ઉપાદેય કહી છે.
| વિચારો અને ભાવોના આદાન પ્રદાન માટે જીવ દ્વારા જે બોલાય તેને ભાષા કહેવાય છે, વક્તાના અભિપ્રાય આદિના આધારે તેના ચાર પ્રકાર આ પ્રમાણે થાય છે–
(૧) સત્ય ભાષા– જે ભાષા વાસ્તવિક અર્થને પ્રગટ કરે અને જે સર્વ જીવોને હિતકારી હોય તે ભાષા સત્ય ભાષા કહેવાય છે. (૨) અસત્ય ભાષા– સત્યથી વિપરીત હોય તે અસત્ય ભાષા છે અને કષાયને વશ થઈને અવિચારપૂર્વક બોલાતી ભાષા પણ અસત્ય ભાષા કહેવાય છે. (૩) મિશ્ર ભાષા – જે ભાષામાં કંઈક ભાવ સત્ય હોય અને કંઈક ભાવ અસત્ય પણ હોય તે મિશ્રભાષા કહેવાય છે. તેમાં અસત્યનો અંશ હોવાથી તે અસત્ય ભાષાની સમાન ત્યાજ્ય છે. (૪) વ્યવહાર ભાષા– જે ભાષા સત્ય અસત્ય બંનેથી