________________
અધ્ય.-૭: સુવાક્ય શુદ્ધિ
| ૨૮૯ |
* અંતે ઉપસંહારરૂપે સુવાક્ય શુદ્ધિના અનંતર અને પરંપર ફળને પ્રદર્શિત કરીને સાધકને તે માર્ગે ગમન કરવાની પ્રેરણા આપી છે. * જેમ અંધ વ્યક્તિ દોરનાર પુરુષને જ અનુસરે છે તેમ સાધકની વાણી તેના શુદ્ધ કે અશુદ્ધ વિચારને જ અનુસરે છે. ભાષા શુદ્ધિનો અહિંસા અને સંયમ સાથે ગાઢ સંબંધ છે. જ્યાં સુધી સાધકની વાણી અહિંસક ભાવ અને વિવેકથી નિયંત્રિત થઈને ન નીકળે ત્યાં સુધી તે સંયમ અને અહિંસાની આરાધના પૂર્ણ રીતે કરી શકે નહીં.
* ભાષા વિવેકપૂર્વક બોલવાથી સાધક બોલવા છતાં મૌની કહેવાય છે. સૂત્રકારે ભાષાશુદ્ધિ માટે એક સ્વતંત્ર અધ્યયનની રચના કરી, તે વિષયનું વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ કર્યું છે, તે વાક્યશુદ્ધિની મહત્તાને પ્રગટ કરે છે. * ભાષાશુદ્ધિ દ્વારા સાધક લોકપ્રિય, સન્માનનીય બને છે અને સંયમ તપની આરાધના દ્વારા કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.