________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદ : સોપશાન્તા ામમા વિશ્વના, વિદ્યવિદ્યાનુાતા યપ્લિનઃ । ऋतौ प्रसन्ने विमल इव चन्द्रमाः, सिद्धिं विमानान्युपयान्ति त्रायिणः ॥ इति ब्रवीमि
૨૮:
શબ્દાર્થ:- સવસંત્તા - સદા ઉપશાંત અમના - મમત્વ રહિત અવળા - પરિગ્રહ રહિત સવિન્ન- વિષ્નાગુનયા - પોતાની આધ્યાત્મિક વિદ્યાના પારગામી તાફો - છ કાય જીવોના રક્ષક નસંસિનો - યશસ્વી તથા સતસળે - શરદ ઋતુના વિમા સ્વ - ચંદ્રમાની સમાન વિમÒ - પૂર્ણ નિર્મળ સાધુ સિદ્ધિ - મુક્તિને નૈતિ – પ્રાપ્ત કરે છેવિમાળારૂં - કર્મ શેષ રહી જાય તો વૈમાનિક ગતિમાં ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :- હંમેશાં ઉપશાંત, મમતા રહિત, અપરિગ્રહી, આધ્યાત્મિક વિધાના પારગામી, યશસ્વી તથા છ કાય જીવોના રક્ષક શ્રમણો શરદઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મમળથી વિશુદ્ધ થઈને સિદ્ધ ગતિ પામે છે અને સ્વલ્પ કર્મ શેષ રહેતાં વૈમાનિક દેવગતિને પ્રાપ્ત કરે છે.
સુધર્મા ગણધર પોતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે કે મેં જે પ્રમાણે સાંભળ્યું હતું તે પ્રમાણે તમને
કહું છું.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં નિશ્ર્ચયાચારના આરાધક શ્રમણોના ઉત્તમ ગુણોનું વર્ણન કરીને તેઓની ઉત્તમ ગતિનું પ્રતિપાદન કર્યું છે.
અહીં આચારનિષ્ઠ શ્રમણોના વિશિષ્ટ ગુણો આ પ્રમાણે કહ્યા છે– (૧) અમોહદર્શો (૨) તપ, સંયમ અને સરલતા ગુણમાં લીન (૩) શરીરને તપશ્ચર્યા અને કઠોર આચારથી કૃશ કરનાર (૪) સદા ઉપશાંત (૫) મમત્વ રહિત (૬) અકિંચન (૭) અધ્યાત્મવિદ્યાના અનુગામી (૮) છ જીવનિકાયના રક્ષક (૯) યશસ્વી (૧૦) શરદ ઋતુના નિર્મળ ચંદ્રની સમાન કર્મમળ રહિત.
આ અધ્યયનમાં ઉપદિષ્ટ અઢાર આચાર સ્થાનનું યથાર્થ પાલન કરનાર શ્રમણ ઉપરોક્ત ગુણોને પ્રગટ કરીને દોષોનો નાશ કરે છે અને અંતે સર્વ કર્મનો ક્ષય કરી સંયમ લક્ષ્યને સિદ્ધ કરે છે. અમોહવૃત્તિળો :- અોહદર્શી, અવિપરીતદર્શી, સમ્યક્દષ્ટ, મોહ રહિત થઈને તત્ત્વનું દર્શન કરનાર. તેનો ભાવાત્મક અર્થ છે– અમોહને દેખનાર અર્થાત્ મોહ રહિત થવાના લક્ષ્યવાળો; એકમાત્ર અમોહ દશા જ જેનું લક્ષ્યબિંદુ હોય તે અમોહદર્શી કહેવાય.
અખાળ થવુંત્તિ :- આત્મા શબ્દ શરીર અને જીવ બંને અર્થોમાં પ્રયુક્ત થાય છે તેથી તેના અહીં ત્રણ રીતે અર્થ થાય છે– (૧) તપ સંયમ દ્વારા કાર્મા શરીરનો ક્ષય થાય છે અને તેની સાથે ઔદારિક શરીર તો સ્વતઃ કૃશ થઈ જાય છે. (૨) અપ્પાળ = બહિરાત્મા. તપ સંયમની આરાધનાથી