________________
અધ્ય.-૬ઃ મહાચાર કથા
૨૮૭
બહિરાત્મભાવનો ક્ષય થાય છે. (૩) અખા = કષાયાત્મા અને યોગાત્મા. તેનો ક્ષય થાય છે. વિવિષય:- આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) સ્વવિદ્યા = અધ્યાત્મવિદ્યા અથવા આત્મજ્ઞાન. તેનાથી અનુગત એટલે યુક્ત હોય તેને સવિદ્યાવિદ્યાનુગત કહેવાય. (૨) વિદ્યા શબ્દનો પુનઃ પ્રયોગ લૌકિક વિધાના પ્રતિષેધ માટે છે; તેથી લૌકિક વિદ્યાથી વિપરીત અધ્યાત્મ વિદ્યાથી યુક્ત, તેમ અર્થ થાય છે. આ બંનેનો ભાવાર્થ એક જ છે. (૩) સ્વવિદ્યા = કેવળજ્ઞાન અથવા શ્રુતજ્ઞાન; તેનાથી યુક્ત હોય છે. ત્રણે ય અર્થનું તાત્પર્ય એ છે કે આત્મ કલ્યાણના જ્ઞાનમાં પારંગત મુનિ.
૩૩ખંતપણે વિમ = ઋતુ પ્રસન. છ ઋતુઓમાં સૌથી અધિક પ્રસન્ન ઋતુ શરદ ઋતુ છે. તેના પર્યાયવાચી નામરૂપે તેના માટે અહીં પ્રસન્નત શબ્દનો પ્રયોગ છે. તેથી આ શબ્દનો અર્થ શરદ ઋતુના ચંદ્રની સમાન નિર્મળ અર્થાતુ પાપકર્મ રહિત.
વિમળા ૩ર્વતિ-વૈમાનિક દેવોના નિવાસ સ્થાનને વિમાન કહેવાય છે. રત્નત્રયના આરાધક શ્રમણ જો સિદ્ધ ન થાય તો માત્ર વૈમાનિક દેવગતિને જ પ્રાપ્ત કરે છે.
- પરમાર્થ
સૂત્રોક્ત અઢારે સ્થાનોનું સ્થવિર ભગવંતોએ પાલન કર્યું છે. તેવી જ રીતે જિનાજ્ઞાનુસાર પાલન કરવાથી અને સાધનાને તીવ્રતમ બનાવવાથી, સાધકમાં રહેલા આસક્તિજન્ય મોહરાજાનું જોર મંદ પડે છે; અનાદિવાસનાઓનિષ્ફળ થાય છે. તેથી આત્મ સ્વરૂપી ગુણોની ઉપરનો મેલ દૂર થવાથી તે આત્મગુણો પ્રગટ થાય છે. ત્યારે તે આત્મા સુવર્ણની જેમ ઝળકે છે અને પ્રગટ થયેલાં ઉત્તરોત્તર ગુણોનો આનંદ અનુભવતો આત્મા સંસારમાં પણ મોક્ષ જેવો આનંદ અનુભવીને આખરે સર્વકર્મોનો ક્ષય કરે છે.
અનાદિ કાલના મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનરૂપી મહારોગને દૂર કરવાનું પરમ ઔષધ આ અઢાર આચારો છે, તેનાથી કર્મરોગ રહિત બનીને અનંતા આત્માઓ મુક્તિ પદને વર્યા છે, વર્તમાનમાં વરે છે અને ભવિષ્યમાં અનંતા વરશે. કોઈ કાળે જીવને આ શુદ્ધ આચારોના પાલન વિના સંસારનો અંત થાય તેમ નથી. માટે આત્માર્થીએ અહીં કહેલાં શુભ આચારોનું પાલન બને તેટલુંનિર્મળ અને અખંડ રીતે કરવું જોઈએ.
II અધ્યયન-૬ સંપૂર્ણ II