________________
[ ૨૮૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નિગ્રંથોને માટે સ્નાનનો પૂર્ણતયા નિષેધ કરીને સ્નાન જન્ય દોષોને સ્પષ્ટ કર્યા છે.
વાહિશો વા અને વા.. :- શ્રમણ રોગી હોય કે નિરોગી, પરંતુ સ્નાન ત્યાગનો નિયમ તો તે બંને માટે સમાન રૂપે આવશ્યક છે. જે કોઈપણ શ્રમણ સ્નાન કરવાની ઈચ્છા કરે કે સ્નાન આચરણ પ્રવૃત્તિ કરે તો તેનો સંયમ જઢ-નિઃસાર, સત્વહીન, નિશ્રેષ્ટ કે નિપ્રાણ થઈ જાય છે. આ કથનથી શાસ્ત્રકારનો આશય એ જણાય છે કે સ્નાન કરવાથી શ્રમણના સંયમને અતિ નુકસાન થાય છે.
સ્નાન ત્યાગએ સંયમનો ઉપનિયમ છે, મહાવ્રતોમાં એનો ચોથા મહાવ્રતમાં સમાવેશ થાય છે. સ્નાન ત્યાગ તે મૂલ મહાવ્રત નથી, તોપણ આ ગાથામાં અને બીજા પણ આગમોમાં અસ્નાન વ્રતને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તેની પાછળ બે મુખ્ય કારણ છે– (૧) પ્રથમ અહિંસા મહાવ્રતની સુરક્ષા (૨) બ્રહ્મચર્ય વ્રતની સમાધિ. આ બેમાંથી એક કારણની ચર્ચા પ્રસ્તુત ગાથાઓમાં વિસ્તારથી કરેલ છે અને બીજા કારણની ચર્ચા અહીં નથી, પરંતુ નિશીથ સૂત્રમાં દેશ સ્નાનરૂપ હાથ, પગ, મુખ આદિ ધોવાની પ્રવૃત્તિને બ્રહ્મચર્ય મહાવ્રતના દોષમાં સમાવિષ્ટ કરતાં તેના પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના કારણોથી શાસ્ત્રકારે અહીં સ્નાન ત્યાગ ઉપર અધિકતમ ભાર આપતાં રોગગ્રસ્તને પણ સ્નાન કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. યુવતો હોદ્દ આયારો.... - સ્નાન કરનાર શ્રમણ સાધ્વાચારનું ઉલ્લંઘન કરે છે, તેથી તેના સંયમનો નાશ થાય છે. કારણ કે સ્નાન ભોગ વિલાસનું એક અંગ છે, વિભૂષાનું સાધન છે, બ્રહ્મચર્યનું ઘાતક છે.સ્નાન કરનાર સાધુ મેલના પરીષહને કિંચિત્ પણ સહન કરતા નથી પરંતુ તેઓ બાવન અનાચારમાંથી છઠ્ઠા અનાચારનું સેવન કરે છે.
સતિ કુમ પગા... - સચિત જલથી સ્નાન કરવામાં અખાયના જીવોની હિંસા થાય તે સ્પષ્ટ છે. પરંતુ અચિત્ત જલથી સ્નાન કરવામાં પણ જીવહિંસા થાય છે. કારણ કે સ્નાનનું પાણી પોલાણવાળી ભૂમિમાં કે તિરાડો(ફાટ)માં વહેતું વહેતું જાય છે અને ત્યાં રહેલાં અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે.
ઉપરોક્ત દોષોના કારણે જ રોગી કે નિરોગી શ્રમણ સચેત કે અચેત કોઈપણ જલથી ક્યારે ય સ્નાન કરતા નથી. વર્તમાનમાં સત્તરમા અસ્નાન આચારની આ શાસ્ત્રાજ્ઞાનો સુઔષી શ્રમણ વર્ગને અને તદનુસાર પ્રેરક શ્રાવક વર્ગને ઊંડાણથી અવશ્ય વિચાર કરવો જોઈએ. ધોરં સિMTM – ઘોર અજ્ઞાનવ્રત. સ્નાન શરીરને આરામ આપે, મનને પ્રસન્ન કરે, મેલને દૂર કરી સૌંદર્યની વૃદ્ધિ કરે છે. તેથી ભૌતિક સુખના અનુરાગી સર્વ જીવો સ્નાન વિના રહી શકતા નથી. અન્ય દાર્શનિકોએ બાહ્ય શૌચને મહત્ત્વ આપી જલ સ્નાનને સ્વીકાર્યું છે, જેઓ જલ સ્નાનમાં દોષ માને છે તેઓ