________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૭૫
ભાવાર્થ:- ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાત્ કર્મ અને પૂર્વકર્મ, (ગૃહસ્થ દ્વારા સાધુના જમ્યા પછી કે જમ્યા પહેલાં વાસણો ધોવા) આ બન્ને પ્રકારના દોષો લાગવાની સંભાવના હોવાથી શ્રમણ નિગ્રંથો ગૃહસ્થના વાસણમાં ભોજન કરતા નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ગૃહસ્થના વાસણમાં ભોજન કરવાથી લાગતા દોષોનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકારે સાધુને માટે તેનો સર્વથા ત્યાગ કરવાનું સૂચન કર્યું છે.
ગૃહસ્થના ભાજનમાં આહાર કરવાથી બે પ્રકારની વિરાધના થાય છે– સંયમ વિરાધના અને જીવ વિરાધના. (૧) સંયમ વિરાધના – સાધુનો વેષ, ઉપકરણો કે સાધુ જીવનની પ્રત્યેક ક્રિયા તેમજ સાધુનો પ્રત્યેક વ્યવહાર સંયમ જીવનને અનુરૂપ હોય છે. ગૃહસ્થની સમાન વેષ કે ઉપકરણો રાખવાથી અને ગૃહસ્થના વાસણોમાં કે ગૃહસ્થના ઘેર, તેના વાસણોમાં આહારાદિ કરવાથી "હું સાધુ છું" તેવી પ્રતીતિ સાધુને સ્વયંને ઘટતી જાય છે. સાધુતાની પૂર્ણ પ્રતીતિ વિના સંયમી જીવનની રક્ષા થઈ શકતી નથી. તે ઉપરાંત ગૃહસ્થની સમાન વ્યવહાર જોઈને અન્ય ગૃહસ્થોને પણ તે સાધુમાં સાધુતાનો સંદેહ થાય છે. તેથી લોકોની શ્રદ્ધા ભક્તિ ધૂન થાય અને શાસનની લઘુતા થાય છે.
(૨) જીવ વિરાધના:- ગૃહસ્થના વાસણમાં ભોજન કરવાથી છકાયના જીવોની વિરાધનાનો સંભવ છે. ગૃહસ્થ સાધુ-સાધ્વીને પોતાના વાસણ આપ્યા પહેલાં કે પછી તેને સચેત પાણીથી ધૂએ છે. તેમાં અપકાયના જીવોની અને વાસણ ધોયેલું પાણી ગમે ત્યાં અવિવેક–અયતનાથી ફેંકવાથી પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોની વિરાધના થાય છે. ગૃહસ્થના વાસણમાં ખાવાનો પ્રસંગ બે પ્રકારે થાય છે– (૧) સાધુ ગુહસ્થને ઘરે બેસીને ત્યાં ગૃહસ્થની જેમ જમે. (૨) ગૃહસ્થ પોતાના વાસણમાં સાધુ જ્યાં હોય ત્યાં ભોજન પહોંચાડે. તે બંને અયોગ્ય છે.
આ રીતે ગૃહસ્થના પાત્રમાં આહાર કરનાર શ્રમણ પોતાના સંયમધર્મથી પતિત થાય છે. કારણ કે એક નાનો દોષ ક્રમશઃ મોટા દોષને પ્રગટ કરે છે અને ક્રમશઃ સંયમી જીવનનો નાશ થાય છે.
સુ:- આ શબ્દના ત્રણ અર્થ છે– (૧) કચ્છ આદિના દેશમાં પ્રચલિત કૂંડાના આકારનું કાંસાનું વાસણ(ચૂર્ણિ) (૨) હાથીના પગના આકારનું માટીનું વાસણ(ટીકા) (૩) હાથીના પગના આકારનું વાસણ. કાલ પરવિર્તનથી વાસણોના નામ અને પ્રયોગ પલટાઈ જતાં આ શબ્દના ઘણા વૈકલ્પિક અર્થ વ્યાખ્યાઓમાં થયા છે. સાર એ છે કે ભોજન જેમાં કરાય તેવા ગૃહસ્થના કોઈપણ જાતના વાસણ હોય, તેને સમય અને ક્ષેત્રના પ્રચલન અનુસાર સમજી લેવા જોઈએ.
સાધુને માટે ત્રણ પ્રકારના પાત્ર કથ્યનીય છે– લાડકાના, માટીના કે તુંબડાના. પરંતુ ગૃહસ્થના