________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૭૩ |
આપી કોઈ વસ્તુ તૈયાર કરે અને મુનિ તેને ગ્રહણ કરે તો તેના આરંભ-સમારંભ સંબંધી ક્રિયાની મુનિને અનુમોદનાનો દોષ લાગે છે. માટે નિત્ય આમંત્રિત પિંડ મુનિને અકલ્પનીય છે. કિત દોષમાં હિંસાની અનુમોદના - બજારમાંથી કોઈપણ વસ્તુ ખરીદનારને તે વસ્તુના ઉત્પાદનમાં થતી પાપ પ્રક્રિયાની અનુમોદના લાગે છે; કારણ કે તે વિક્રેતા ખરીદનાર માટે, વેચવા માટે જ તે વસ્તુને તૈયાર કરે છે. હવે તે ખરીદનાર જે જે ઘરના સદસ્યો માટે કે અન્ય કોઈ અતિથિ માટે અથવા તો શ્રમણો માટે તે વસ્તુ ખરીદે અને તે તે સંકલ્પિત વ્યક્તિ જો તે વસ્તુનો ઉપયોગ કરે, તે સહુને પણ તે વસ્તુમાં થયેલા આરંભ સમારંભની ક્રિયા લાગે છે. આ કારણે સાધુ માટે ખરીદેલી વસ્તુને જો સાધુ ગ્રહણ કરે, તેનો ઉપયોગ કરે, તો તેને તે પ્રકારની સાવધ ક્રિયાની અનુમોદનાનો દોષ લાગે છે. આ કારણે જૈન શ્રમણોને પોતાને માટે ખરીદેલી, કીત દોષવાળી વસ્તુ ગ્રહણ કરવી અકલ્પનીય છે. ઔદેશિક દોષમાં હિંસાની અનુમોદના:- સામાન્ય રૂપે જૈન સાધુઓને ઉદ્દેશીને દાતા દ્વારા જે આહાર, મકાન આદિ નીપજાવમાં આવે અને તેને કોઈપણ શ્રમણ ગ્રહણ કરે, ઉપયોગમાં લે તો તે આહાર, મકાન આદિ તૈયાર કરવામાં જે છ કાય જીવોની જ વિરાધના થઈ હોય, તેની અનુમોદનાની ક્રિયા મુનિને લાગે છે. વ્યક્તિગત એક કે અનેક શ્રમણોનું નામ સ્પષ્ટ કરીને જો આહારાદિ બનાવવામાં આવે તો તેને આધાકર્મી દોષવાળું કહેવાય છે અને સામાન્ય રીતે શ્રમણો માટે કરવામાં આવે તેને ઔદેશિક દોષયુક્ત કહેવાય છે. ગાથામાં ઔદેશિક દોષનું કથન છે, છતાં ઉપલક્ષણથી અહીં આધાકર્મી આદિ દોષોને પણ સમજી શકાય છે. આહત દોષમાં હિંસાની અનુમોદના :- સાધુના સ્થાન(ઉપાશ્રય આદિ)માં સામે લાવેલા પદાર્થ અભિહત દોષ વાળા કહેવાય છે. સંયમ વિધિ અનુસાર મુનિને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય તો તે સ્વયં કે તેના સહયોગી શ્રમણ ત્યાં જઈને નિર્દોષ ગવેષણા કરીને જ તે વસ્તુ પ્રાપ્ત કરે છે, પરંતુ પ્રમાદવશ કે રોગાદિ કારણ વશ પણ મુનિ જે સામે લાવેલી વસ્તુ ગૃહસ્થ પાસેથી ગ્રહણ કરે તો તે વસ્તુ લાવવામાં ગૃહસ્થ જે આવાગમનની ક્રિયા કરી હોય, અન્ય પણ કોઈ વિરાધના કે દોષ લગાડ્યા હોય તે સર્વ વિરાધનાઓ અને દોષોની મુનિને અનુમોદનાનો દોષ લાગે છે. આ કારણે મહર્ષિઓનું ઉપરોક્ત કથન વદ તે સમપુનીતિ સાર્થક છે. ધમ્મનાવો – જે સંયમ ધર્મથી જ જીવન વ્યવહાર કરવા કટિબદ્ધ છે, કોઈપણ પ્રકારે અસંયમનું આચરણ કરતા નથી તે ધર્મજીવી કહેવાય છે.
ચિખાળો – જે દઢ ચિત્તે એષણાના નિયમોનું પાલન કરે તેમાં ક્યારે ય જેઓનું મન ડામાડોળ થતું નથી તે સ્થિતાત્મા કહેવાય છે. આ રીતે આ તેરમા આચાર સ્થાનમાં એષણા સમિતિની પુષ્ટિ કરી છે. ચૌદમું આચાર સ્થાન ઃ ગૃહસ્થ ભાજન ત્યાગ :
कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ ।
५१