________________
૨૭૨
तम्हा असणपाणाई, कीयमुद्देसियाहडं । वज्जयंति ठियप्पाणो, णिग्गंथा धम्मजीविणो ॥
५०
છાયાનુવાદ : તĂાવશનપાનાવિ, તમૌદ્દેશિાતમ્ ।
वर्जयन्ति स्थितात्मानो, निर्ग्रन्थो धर्म्मजीविनः ॥
શ્રી દશવૈકાલિક સૂત્ર
=
શબ્દાર્થ:- તન્હા = તે માટે વિયપ્પાનો = સ્થિર છે આત્મા જેઓનો તેવા, સંયમમાં સ્થિતાત્મા ધમ્મનીવિગો = ધર્મપૂર્વક જીવન વ્યતીત કરનાર નિંથા - નિગ્રંથ ીય - ખરીદેલો ઉદ્દેશિય - સાધુને ઉદ્દેશીને બનાવેલો તથા માહવું = સન્મુખ લાવેલો અક્ષળપાળાડું = આહાર—પાણી આદિનો વખ્તયંતિ - ત્યાગ કરે.
=
ભાવાર્થ :- આ કારણે સંયમમાં સ્થિર ચિત્તવાળા ધર્મજીવી શ્રમણ નિગ્રંથ ક્રીત, ઔદ્દેશિક કે આદ્ભુત ઈત્યાદિ દોષિત આહાર પાણીનો ત્યાગ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અકલ્પનીય આહારના નામે સાધુને ગ્રાહ્ય એવા ચાર પ્રકારના પદાર્થોના વિષયમાં ચાર દોષોનું વર્ણન છે.
पिंड सेज्जं = તે ચાર પદાર્થ– (૧) પિંડ–આહાર પાણી (૨) શય્યા–રહેવાનું સ્થાન, મકાન, પાટ વગેરે (૩) વસ્ત્ર (૪) પાત્ર. ચાર દોષ– (૧) નિત્ય આમંત્રિત પિંડ (૨) ખરીદેલું (૩) ઔદ્દેશિક (૪) સામે લાવેલું. અનેક શાસ્ત્રોમાં સાધુને ગ્રાહ્ય પદાર્થોની કલ્પનીયતા, અકલ્પનીયતા વિષયક વિસ્તૃત વર્ણન છે. તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં મુખ્ય ચાર પ્રકારના ઉદ્ગમ દોષોનું સંકલન છે.
ષ્વિયં અપ્પિયઃ– જે આહારાદિ સંયમી જીવનના નિયમને અનુરૂપ હોય, એષણાના સર્વ દોષોથી રહિત હોય તે કલ્પનીય કહેવાય છે અને જે આહારાદિ સંયમી જીવનના નિયમને અનુરૂપ ન હોય અને એષણાના કોઈપણ દોષથી યુક્ત હોય તે અકલ્પનીય કહેવાય છે.
વહં તે સમજુઞાનંતિ :- જે મુનિ અકલ્પ્ય પદાર્થનું સેવન કરે છે તે પ્રાણીવધની અનુમોદના કરે છે. કારણ કે અકલ્પનીય પદાર્થ ગ્રહણ કરવાથી કે તેનો ઉપયોગ કરવાથી તે પદાર્થના નિમિત્તે થયેલી વિરાધનાની અનુમોદનાનો દોષ થાય છે. કારણ કે અનુમોદના બે પ્રકારે થાય છે— પ્રશંસા અનુમોદના અને ઉપયોગ અનુમોદના. (૧) કોઈ વસ્તુની કે કાર્યની મન, વચન અને કાયા દ્વારા પ્રશંસા કરવાથી પ્રશંસારૂપ અનુમોદના થાય છે. (૨) સાધુ નિમિત્તે વિરાધના થયેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ઉપયોગરૂપ અનુમોદના થાય છે. નિયાગ(નિત્ય આમંત્રિત)પિંડ દોષમાં હિંસાની અનુમોદના ઃ– ગૃહસ્થ સાધુને નિમંત્રણ આપી દરરોજ પોતાના ઘરે બોલાવે કે તેડી જાય તો સાધુ નિમિત્તે આવવાની પ્રવૃત્તિ થાય, ઘરમાં નિર્દોષ પદાર્થોને પણ એક જગ્યાએ એકત્રિત કરે, તેમાં સચિત્તનો સંઘટ્ટો થાય, લાઈટ કરે વગેરે પ્રવૃત્તિઓથી પૂર્વકર્મ દોષ થાય અને અન્ય પણ વિરાધના થાય, તે સર્વ વિરાધનાઓનો મુનિને અનુમોદન દોષ થાય. જો તે નિમંત્રણ