________________
૨૭૦
४५
तसकायं विहिंसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥
છાયાનુવાદ : ત્રસાયં વિર્જિસન્, હિનસ્તિ તુ તવાશ્રિતાન્ । त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्चाचाक्षुषान् ॥
ભાવાર્થ :- ત્રસકાયની હિંસા કરતો સાધક ત્રસકાયના આશ્રયે રહેલાં, નજરે દેખાતાં અને ન દેખાતાં અનેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓની પણ હિંસા કરે છે.
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं । तसकायसमारंभं, जावजीवाए वज्जए ॥
૪૬
છાયાનુવાદ : તસ્માવેત વિજ્ઞાય, જોષ યુતિવર્ણનમ્ । त्रसकायसमारम्भं यावज्जीवं वर्जयेत् ॥
શ્રી દશવૈકાલિક સૂત્ર
४७
ભાવાર્થ :- ત્રસકાય જીવોની હિંસાજન્ય પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી હોય છે, તેવું જાણીને મુનિ જીવનપર્યંત ત્રસકાયની હિંસા ન કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ત્રસકાય જીવોની હિંસાથી બચવાનો ઉપદેશ છે. ત્રસકાયના જીવો વિવિધ પ્રકારના છે. મુનિ તે જીવોના સ્વરૂપને સારી રીતે જાણી લે. કેટલાક ત્રસ જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે તે નજરે દેખાતા નથી અને કેટલાક કીડી, મકોડા વગેરે જીવો સ્કૂલ હોય છે તે નજરે દેખાય છે. આ સર્વ જીવો સાધુના સ્થાનમાં હોય અથવા ગમન માર્ગમાં હોય તો મુનિ અત્યંત સાવધાની અને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે કે જેથી તે જીવોની વિરાધના ન થાય.
ત્રસકાયની હિંસા પણ પૂર્વવત્ અનેક દોષોનું કારણ હોવાથી મુનિઓ તેનો સર્વથા ત્યાગ કરે છે. આ રીતે છકાયના જીવોમાં સંયમ રાખવો, તે પણ મુનિનું પરમ કર્તવ્ય છે અને આવશ્યક આચાર છે. તેરમું આચાર સ્થાન : અકલ્પ્ય વર્જન :
जाइं चत्तारि अभोज्जाइं, इसिणाहारमाइणि । ताइं तु विवज्जंतो, संजमं अणुपालए ॥
છાયાનુવાદ : યાનિ રત્વાીિ અમોન્યાનિ, ઋષીળામાહારાવનિ | तानि तु विवर्जयन्, संयममनुपालयेत् ॥