________________
અધ્ય.-s: મહાચાર કથા
[ ૨૬૯ ]
४३
ભાવાર્થ - વનસ્પતિની હિંસા કરનારા સાધક વનસ્પતિના આશ્રયે રહેલાં નજરે દેખાતાં અને ન દેખાતાં અનેક પ્રકારનાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસા કરે.
__ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं ।
वणस्सइसमारंभं, जावजीवाए वज्जए ॥ છાયાનુવાદઃ તમાકેત વિજ્ઞાન, રોષ યુતિવર્ધનમ્ |
वनस्पतिसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥ ભાવાર્થ - વનસ્પતિ જીવો સંબંધી હિંસાની પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી છે, તેવું જાણીને મુનિ જીવનપર્યત વનસ્પતિકાયના આરંભનો ત્યાગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિના સંયમ માટે વિવિધ પ્રકારે નિરૂપણ છે. વનસ્પતિ એ પણ માનવ શરીરનો આધાર છે. તેમ છતાં મુનિ જીવનપર્યત કંદ, મૂલ, ફળ, ફૂલ શાક પાન આદિ તોડતા નથી, તેનો ઉપયોગ કરતા નથી, એટલું જ નહીં પરંતુ તેનો સ્પર્શ માત્ર પણ કરતા નથી. શરીર નિર્વાહ માટે ગૃહસ્થોને ત્યાંથી અચેત થયેલા તે પદાર્થ નિર્દોષ રીતે ગ્રહણ કરી, જિનાજ્ઞા પ્રમાણે શરીર નિર્વાહ કરે છે. લોખં કુરુ વM - વનસ્પતિના આરંભથી હિંસા પાપ રૂપ દોષ થાય છે અને તે દોષના પ્રભાવે દુર્ગતિ થાય છે. તેથી વનસ્પતિ જીવોની હિંસા દોષોની અને દુર્ગતિની વૃદ્ધિ કરનારી થાય છે.
આ રીતે વનસ્પતિકાયની હિંસાને પણ પૂર્વવત્ અનેક દોષનું કારણ જાણી શ્રમણ નિગ્રંથ તેનો સર્વથા ત્યાગ કરે છે. બારમું આચાર સ્થાનઃ ત્રસકાય સંયમ :
तसकायं ण हिंसंति, मणसा वयसा कायसा । ४४
तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ: ત્રછાયું હૃત્તિ, મનસા વીવા ના
त्रिविधेन करणयोगेन, संयता: सुसमाहिताः ॥ ભાવાર્થ- સુસમાધિવત મુનિ, મન, વચન અને કાયાથી ત્રસ કાયના જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી અને તેવા જીવોની હિંસા કરનારને અનુમોદન પણ આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે.