________________
૨૬૮
છાયાનુવાદ : તસ્માવેત વિજ્ઞાય, રોષ યુતિવર્ધનમ્ । वायुकायसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ :- આ વાયુકાયની હિંસક પ્રવૃત્તિ દોષ અને દુર્ગતિને વધારનારી છે, એમ જાણીને મુનિ જીવન પર્યંત વાયુકાયના સમારંભનો ત્યાગ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં વાયુકાય સંયમનું નિરૂપણ છે.
વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવું તે અત્યંત કઠિન છે. તેના માટે સાધકે અત્યંત જાગૃતિ અને યતના રાખવી જરૂરી છે. સૂત્રકારે વાયુકાયની હિંસાના શસ્ત્રોનું કથન કર્યું છે. વીંજણાથી, પંખાથી અથવા અન્ય કોઈ પણ સાધનોથી વાયુકાયની ઉદીરણા થાય છે. માટે શ્રમણ નિગ્રંથ તેવા સાધનોનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરતા નથી તેમજ વસ્ત્ર આદિ ઉપકરણોને વિવેકપૂર્વક અને યતનાથી રાખે અને મૂકે છે, વાયુકાયની અયતના વિરાધના થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી.
આ રીતે વાયુકાયની હિંસાજન્ય પ્રવૃત્તિરૂપ વીંઝવાનો અને સર્વ અવિવેક યુક્ત પ્રવૃત્તિનો મુનિ સર્વથા ત્યાગ કરે.
અગિયારમું આચાર સ્થાન : વનસ્પતિકાય સંયમ :
४१
वणस्सइं ण हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥
છાયાનુવાદ : વનસ્પત્તિ ન હિન્તિ, મનસા વાવા યેન । त्रिविधेन करणयोगेन, संयताः सुसमाहिताः ॥
શબ્દાર્થ:- નળસર્ફ = વનસ્પતિકાયની.
ભાવાર્થ :- સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી વનસ્પતિકાયની હિંસા કરતા નથી, કરાવતા નથી, કરનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે. वणस्सइं विहिंसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદ : વનસ્પતિ વિર્જિસન, હિનપ્તિ તુ તવાશ્રિતાન્ । त्रसांश्च विविधान् प्राणान्, चाक्षुषांश्चाचाक्षुषान् ॥
४२