________________
૨૫૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
પ્રત્યે આસક્તિનો જે ભાવ હોય, તે પરિગ્રહ છે.
અવિ અબળો વિ વેમ્મિ ગાયતિ મમાડ્યું :- સૂત્રકારે નિગ્રંથ મુનિઓની નિષ્પરિગ્રહતાની પરાકાષ્ટા આ વાક્યમાં દર્શાવી છે. શ્રી ઠાણાંગસૂત્રમાં ત્રણ પ્રકારના પરિગ્રહનું કથન છે. તેમાં શરીરને પણ પરિગ્રહ કહેલ છે. પરંતુ મુનિની નિષ્પરિગ્રહી સાધના ઉત્કૃષ્ટ કોટિની થઈ જાય કે તે પોતાના શરીર પર પણ મમત્વભાવ રાખતા નથી. તેથી તેઓનું શરીર પણ પરિગ્રહમાં ગણાતું નથી.
આ રીતે નિગ્રંથ સાધુ સંયમની મર્યાદાથી અધિક ઉપકરણો રાખતા નથી; તેમજ ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરતાં નથી. જે ઉપધિ રાખે છે અને આહાર વડે શરીરનો નિર્વાહ કરે છે તે પણ અમૂર્છિત ભાવે જ કરે છે. મૂર્છાભાવનો ત્યાગ તે જ તેઓની સંપૂર્ણ નિષ્પરિગ્રહતા છે.
બિડ મેમં તોળ :– (૧) અગ્નિ પર સેકીને, બાળીને કે પકાવીને જે મીઠું તૈયાર કરવામાં આવે છે તે પ્રાસુક મીઠું બિડલવણ(સેકેલું મીઠું) કહેવાય છે, તે અચેત હોય છે. (૨) જે કોઇપણ પ્રકારના લીંબુ રસ વગેરે શસ્ત્રથી ભેદાઈને અચિત્ત થાય તે ઉદ્ભિજ લવણ કહેવાય છે; તે પણ અચિત્ત હોય છે. જે ખાણમાંથી નીકળે છે અથવા સમુદ્રના ખારા પાણીથી બનાવાય છે તે અપ્રાસુક છે. આ બંને પ્રકારના લવણ અચિત્ત હોય છે. તેથી જ તેને સાધુ ગ્રહણ કરે છે અને ત્યારે જ તેનો સંગ્રહ થાય છે.
સંગમ જખ્મદા:– આ શબ્દો દ્વારા શાસ્ત્રકારે મુનિઓના ઉપકરણોનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે કે સાધુ–સાધ્વી જે કલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ રાખે છે, તેના બે પ્રયોજન છે– સંયમ અને લજ્જા,
(૧) સંયમનો આધાર માનવ દેહ છે. સામાન્ય સાધુ શીત અને ઉષ્ણતા આદિથી શરીરનું રક્ષણ કરવા અને કષ્ટોથી સુરક્ષિત રાખવા માટે વસ્ત્રાદિને અને આહાર માટે પાત્ર આદિ ઉપકરણોને રાખે છે તે સંયમાર્થ કહેવાય છે. (૨) સામાન્ય શ્રમણ ખુલ્લા શરીર કે નગ્ન શરીર રહેવામાં લજ્જિત થાય છે તેથી લજ્જા નિવારણાર્થ પછેડી, ચોલપટ્ટક ધારણ કરે છે. તેને નખ્મટ્ઠા સમજવું જોઈએ. આ સ્થવિર કપી મુનિની ચર્ચા છે. જિન કહપી મુનિ શરીરથી નિરપેક્ષ બની જાય છે ત્યારે તે મુખવસ્ત્રિકા અને રજોહરણ સિવાય સર્વ ઉપકરણોનો ત્યાગ કરે છે. શરીર પ્રતિ વીતરાગતાને કારણે તેઓને શરીર સુરક્ષાર્થે ઉપકરણોની જરૂરત પડતી નથી અને લજ્જાને પણ તે જીતી લે છે. સ્થવિર કલ્પી મુનિ પોતાની આવશ્યકતા અનુસાર અને સંયમી જીવનની મર્યાદા અનુસાર વસ્ત્ર, પાત્ર આદિ જે ઉપકરણો જીવનપર્યંત ધારણ કરે છે, તેમાં મમત્વભાવ કે મૂર્છાભાવ રાખતા નથી.
ધારંતિ પરિધતિ – પ્રયોજનપૂર્વક વસ્ત્રાદિનો ઉપયોગ કરવાની દૃષ્ટિથી, શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર સાધુએ વસ્ત્રાદિ રાખવા તેને ધારણ કરવા કહેવાય છે અને વસ્ત્રાદિનો સ્વયં પરિભોગ કરવો, તેને પરિહરણ કરવું(પહેરવું) કહેવાય છે.
સબન્ધુવતિના યુદ્ધા... :- આ ગાથાનો અર્થ ચૂર્ણિકાર ભિન્ન રીતે કરે છે. યથા– સર્વકાળ અને સર્વક્ષેત્રોમાં તીર્થંકર ભગવાન ઉપધિ(એક દેવદૂષ્ય વસ્ત્ર)ની સાથે પ્રવ્રુજિત થાય છે. પ્રત્યેક બુદ્ધ, જિનકલ્પી