________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૫૭.
પોતાના રેન્કિ = દેહના વિષયમાં પણ માઠ્ય = મમતા ભાવનું ગાયાંતિ આચરણ કરતા નથી. ભાવાર્થઃ- તત્ત્વજ્ઞ મુનિ વસ્ત્ર, પાત્ર આદિ સર્વ સંયમના ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષા માટે રાખે છે અર્થાતુ તે ઉપકરણો પર કિંચિત્ માત્ર પણ મમત્વભાવ કરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પરિગ્રહનું સ્વરૂપ અને નિગ્રંથ મુનિઓની સંપૂર્ણ નિષ્પરિગ્રહતાનું નિરૂપણ
પરિગ્રહ :- સૂત્રકાર પરિગ્રહ માટે uિહી શબ્દ પ્રયોગ કર્યો છે. સપાટી = સંચય કરવો. અહીં ખાધ પદાર્થના સંચયનું જ કથન છે. ખાદ્ય પદાર્થ બે પ્રકારના છે, દીર્ઘકાળ ટકે તેવા ઘી, તેલ, ગોળ, મીઠું વગેરે અને અલ્પકાળ ટકે તેવા દૂધ, દહીં વગેરે. નિશીથ ચૂર્ણિમાં દીર્ઘકાલીન દ્રવ્યના સંગ્રહને સંચય અને અલ્પકાલીન દ્રવ્યના સંગ્રહને સન્નિધિ કહ્યું છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે ઉદાહરણરૂપે કેટલા ખાદ્ય પદાર્થોના નામનો ઉલ્લેખ કર્યો છે. ઉપલક્ષણથી કોઈ પણ પદાર્થનો સંગ્રહ કરવો અથવા રાતવાસી રાખવો, તેને સન્નિધિ કહે છે.
આગમ ગ્રંથોમાં મુનિઓને માટે વસ્ત્ર, પાત્ર આદિનું પરિમાણ બતાવ્યું છે. તેથી મુનિ તે પ્રમાણાનુસાર વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો રાખે છે પરંતુ ખાદ્ય પદાર્થ માટે કોઈ માપ બતાવ્યું નથી. તેથી કદાચ મુનિને તેનો સંચય કરવાની વૃત્તિ જન્મે તેવી સંભાવનાને લક્ષમાં રાખી સૂત્રકારે ખાદ્ય પદાર્થનો સંગ્રહ ન કરવાનું કથન કર્યું છે. નોદત્તે - આ ઓગણીસમી ગાથામાં લોભને જ સંચય અને પરિગ્રહનું કારણ કહ્યું છે. પદાર્થોનો સંગ્રહ લોભનો જ અનુસ્પર્શ છે, સેવન છે, પરિણામ છે. તેમ તીર્થકરોએ કહ્યું છે. અહીં મને શબ્દ માન્ય કરવાના કે કહેવાના અર્થમાં પ્રયુક્ત છે. અનુસ્પર્શનો અર્થ પ્રભાવ, સામર્થ્ય, મહાભ્ય, તેમ કરાય તો ગાથાના પૂર્વાર્ધનો અર્થ થાય કે લોભના પ્રભાવથી જ પરિગ્રહવૃત્તિ અને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. દિપષ્યા ન તે - ગાથાના ઉત્તરાર્ધમાં તીર્થકર ભગવાન સંનિધિકામીને સાધુ તરીકે સ્વીકારવાનો પણ ઇન્કાર કરે છે. સંચય કરનાર કે સંચય કરવાની ઇચ્છા કરનાર સાધક પરિગ્રહ દોષયુક્ત થઈને ગૃહસ્થ સમાન બની જાય છે. આ વાક્ય સાધુ જીવનમાં નિષ્પરિગ્રહતાની મહત્તાને પ્રદર્શિત કરે છે. અચ્છા રાદો કુત્તો - પ્રસ્તુત પ્રકરણમાં શાસ્ત્રકાર પરિગ્રહનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચય બંને દષ્ટિકોણથી સમજાવ્યું છે, વ્યવહારની અપેક્ષાએ વસ્તુનો સંગ્રહ કરવો તે પરિગ્રહ છે અને નિશ્ચયની અપેક્ષાએ સંયમ નિર્વાહાથે વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણો રાખવા તે પરિગ્રહ નથી પરંતુ કોઈ પણ પદાર્થ