________________
| ૨૫૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ – મદમસ = અધર્મનું મૂi = મૂળ છે મહાવો સમુર્ય = મહાદોષોને ઉત્પન્ન કરનાર છે, મહાન દોષોનો ભંડાર છે તફા = તેથી fણાથી = નિગ્રંથ અર્થ = આ મેદુખસ = મૈથુનના સંસર્ગને વાતિ = છોડી દે છે. ભાવાર્થ:- અબ્રહ્મચર્ય અધર્મનું એટલે પાપોનું મૂળ છે અને મહાન દોષોને ઉત્પન્ન કરનાર છે. માટે નિગ્રંથ મુનિઓ મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં અબ્રહ્મચર્યના દોષોનું નિરૂપણ કરીને નિગ્રંથ મુનિઓ માટે તેને સર્વથા ત્યાજ્ય(છોડવા યોગ્ય કહ્યું છે. બહાચર્ય :- બ્રહ્મ = આત્મા. ચર્ય = ચરવું. આત્મ સ્વરૂપમાં વિચરણ કરવું તે બ્રહ્મચર્ય છે. વ્યવહારથી મૈથુનનો ત્યાગ કરી, વીર્યની રક્ષા કરવી તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યથી શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ ખીલે છે, આત્માના સર્વ ગુણોનો વિકાસ થાય છે, તેથી તેની મહત્તા નિરપવાદપણે સર્વજનો દ્વારા સ્વીકૃત છે. સૂત્રકારે અબ્રહ્મચર્યના દોષ દર્શક પાંચ વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) પોર – તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) તે ઘોર પરિણામ અર્થાત્ મહાન દુઃખદાયી છે (૨) તે ઘોર અર્થાત્ રૌદ્ર સ્વરૂપ છે. તે પોતાની દુવૃત્તિનું પોષણ કરવાઘોર હિંસાનું આચરણ કરે છે, તેથી અબ્રહ્મચર્ય ઘોર સ્વરૂપ છે. (૨) પડ્યું - અબ્રહ્મચર્ય પ્રમાદરૂપ છે. તેમાં પ્રવૃત થનાર મનુષ્ય ઇન્દ્રિયો અને મનના વિષયોમાં આસક્ત; સમસ્ત આચાર, ક્રિયા કલાપ અને સાધુચર્યાઓમાં પ્રમત્ત તથા વિલાસી બની જાય છે. કામભોગમાં આસક્ત મનુષ્યને પોતાના સંયમ, વ્રત અથવા આચારનું ભાન રહેતું નથી. તે મદિરા પાનના ઉન્માદથી પણ વધારે મદોન્મત્ત બને છે. માટે અબ્રહ્મચર્ય પ્રમાદનું સ્થાન છે. (૩) કુફિય – અબ્રહ્મચર્યદુઃસેવ્ય છે; ધૃણાનું આશ્રય સ્થાન છે તે સાધુજનો દ્વારા સેવવા યોગ્ય નથી. (૪) મૂનને યમર્મ - અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે અર્થાત્ સમસ્ત પાપોનું બીજ છે, સંસાર વૃદ્ધિનો પ્રથમ પાયો છે. પત્ની, પુત્ર પરિવાર આદિ સમસ્ત પરિવાર તેનું જ પરિણામ છે. સાધકનું મન
જ્યારે અબ્રહ્મચર્યમાં ફસાઈ જાય ત્યારે તેને ધર્મ, સંયમ, તપ આદિ કોઈ પણ હિતકારી અનુષ્ઠાનોમાં રૂચિ થતી નથી. (૫) મહાવોસલપુસ્તકં - મહાદોષ સમુઠ્ઠય. અબ્રહ્મચર્યનું સેવન કરનાર વ્યક્તિ અસત્ય, માયા, છળ-કપટ, પાપને છુપાવવાની પ્રવૃત્તિ, ચોરી, હત્યા આદિ અનેક મહાદોષોનું પાત્ર બને છે. એક પાપ અનેક પાપને જન્મ આપે છે. તેથી તેને દોષપુંજ કે દોષજનક કહેવાય છે. બેયાવાળવાળો – ભેદાયતનનો ત્યાગ કરનાર. સૂત્રકારે આ વિશેષણનો પ્રયોગ નિગ્રંથ મુનિ