________________
[ ૨૫૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
મૃષાવાદ પરિહારને અધિક મહત્ત્વપૂર્ણ વ્રત માન્યું છે અને કહ્યું છે કે તેની આરાધનાવિના અન્ય શિક્ષાપદોની આરાધના સંભવતી નથી.
१५
ત્રીજું આચાર સ્થાન : અદત્તાદાન ત્યાગ :
चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । १४
दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ तं अप्पणा ण गिण्हंति, णो वि गिण्हावए परं ।
अण्णं वा गिण्हमाणंपि, णाणुजाणंति संजया ॥ છાયાનુવાદઃ વિત્તવવત્ત વા, અન્ય વા ય વા વદુ !
दन्तशोधनमात्रमपि, अवग्रहे अयाचित्वा ॥१४॥ तदात्मना न गृह्णन्ति, नापि ग्राह्यन्ति परम् ।
अन्यं वा गृह्णन्तमपि, नानुजानन्ति संयताः ॥१५॥ શબ્દાર્થ-વિત્તમંત = સચેતન પદાર્થ જd = અચેતન પદાર્થ મળ્યું વ = અલ્પ પરિમાણમાં, અલ્પ મૂલ્યવાન ગ વ = અથવા વૈદું = અધિક પ્રમાણમાં બહુ મૂલ્યવાનું પદાર્થ વંતસોળમિત્ત fપ = દાંત ખોતરવાની સળીમાત્ર પણ ૩પતિ = તે વસ્તુની આજ્ઞા, જે ગૃહસ્થના અધિકારમાં હોય તેની આજ્ઞા મના = યાચના કર્યા વિના સંજય = સાધુ સં = તે અદત્ત પદાર્થોને પ્યા જિનિ - સ્વયં ગ્રહણ કરે નહીં જ પુર વિશ્વવિઘ = અન્ય પાસે પણ ગ્રહણ કરાવે નહિં વા = તથા અs = અન્ય શબ્દમાળ = ગ્રહણ કરતાં હોય તેમાં બાપુનાળતિ = રૂડું જાણે નહીં.
ભાવાર્થ – કોઈપણ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, અલ્પ હોય કે બહુ પ્રમાણમાં હોય, દાંત ખોતરવાની સળી પણ હોય; તે વસ્તુ માલિકની આજ્ઞા વિના મુનિ સ્વયં ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન પણ આપતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુના ત્રીજા મહાવ્રતની સૂક્ષ્મતાનું દર્શન છે. જે મહાપુરુષોએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તેવા સંપૂર્ણ નિષ્પરિગ્રહી સાધુને માટે પોતાની માલિકીમાં ન હોય તેવી કોઈ પણ વસ્તુ આજ્ઞા વિના લેવી તે ચોરી છે. સૂત્રકારે દાંત ખોતરવાની સળીનું કથન કરીને નાની કે નજીવી વસ્તુ પણ આજ્ઞા વિના ન લેવાનું કથન કર્યું છે.