________________
અધ્ય.-૬: મહાચાર કથા
૨૫૧ |
છાયાનુવાદઃ કૃપાવાવષ્ય તો, સર્વસાધુપતિઃ
अविक्तास्यश्व भूतानां, तस्मान्मृषावादं विवर्जयेत् ॥ શબ્દાર્થ - મુલાવા ૩ = મૃષાવાદ નોનિ = લોકમાં સવ્વસાહૂ = સર્વ સાધુઓ વડે
દિ = ગહિત છે, નિંદાયેલ છે ભૂયા = પ્રાણીમાત્રનો વિસ્તારો = અવિશ્વસનીય થાય છે તષ્ઠા= તે માટે મોક્ષ = મૃષાવાદને વિવાર = પૂર્ણ રૂપે છોડી દે, ત્યાગ કરે. ભાવાર્થ – આ લોકમાં મૃષાવાદ સર્વ સાધુ પુરુષો દ્વારા નિંદિત છે, અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવો માટે અવિશ્વાસનું પાત્ર બની રહે છે; માટે મુનિ અસત્યનો સર્વથા ત્યાગ કરે. વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં મૃષાવાદના કારણ અને તેના પરિણામનું કથન કરીને તેનો ત્યાગ કરવાનું સૂચન છે.
અપ્રજ્ઞા પટ્ટા... - આ ગાથામાં અસત્ય ભાષણના વિવિધ કારણો દર્શાવ્યા છે; તે આ પ્રમાણે છે(૧) વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે અસત્ય ભાષણ કરે છે. (૨) અન્ય વ્યક્તિના મોહથી કે લાગણીથી વ્યક્તિ અસત્ય ભાષણ કરે છે. (૩) ક્રોધાદિ કષાયને વશ થઈ જીવ અસત્ય ભાષણ કરે છે. મૂળપાઠમાં એક ક્રોધ શબ્દ છે પરંતુ ચારે ય કષાય અસત્ય ભાષણમાં કારણ બની શકે છે. માટે ઉપલક્ષણથી અહીં ચારે ય કષાય સમજી લેવા જોઈએ. (૪) ભયને આધીન થઈને વ્યક્તિ ન ઇચ્છતાં પણ અસત્ય બોલી જાય છે. ભય શબ્દથી હાસ્યાદિનું ગ્રહણ પણ સમજી લેવું જોઈએ.
મુરાવાઓ ૩ સોમ:- આ ગાળામાં સૂત્રકારે મૃષાવાદના પરિણામનું દર્શન કરાવી તેના ત્યાગની પ્રેરણા આપી છે. (૧) સર્વ ધર્મોમાં સર્વ સિદ્ધાંતોમાં સર્વ ઋષિ અને મહર્ષિઓએ અસત્ય ભાષણની નિંદા કરીને તેના ત્યાગનું સૂચન કર્યું છે. (૨) અસત્ય ભાષણ કરનાર વ્યક્તિ સર્વત્ર અવિશ્વસનીય બની જાય છે, ક્યાંય તેની પ્રતિષ્ઠા થતી નથી. તેથી સાધુ સર્વ પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરે. કોધાદિથી થતાં મૃષાવાદનાં ઉદાહરણોઃ- (૧) ક્રોધથી અસત્ય- જેમ કે દાસ ન હોવા છતાં કોઈને 'તું દાસ છે એમ કહેવું, (૨) માનથી અસત્ય–જેમ કે અબહુશ્રુત હોવા છતાં પણ સ્વયંને બહુશ્રુત, શાસ્ત્રજ્ઞ અથવા પંડિત માનવું, કહેવું, લખવું (૩) માયાથી અસત્ય-જેમ કે ભિક્ષાચર્યા માટે જવું ન પડે તે આશયથી કહે કે મારા પગમાં બહુ દુઃખે છે. (૪) લોભથી અસત્ય-સરસ ભોજનની પ્રાપ્તિના લોભથી એષણીય (ગ્રહણ કરવા યોગ્ય) નીરસ ભોજનને અનેષણીય કહેવું (૫) ભયથી અસત્ય-દૂષિત આચરણ કરીને પ્રાયશ્ચિત્તના ભયથી તેનો સ્વીકાર ન કરવો, અસ્વીકાર કરવો (૬) હાસ્યવશ અસત્ય-હાંસી અથવા કુતૂહલવશ અસત્ય બોલવું કે લખવું.
સત્યની આરાધના વિના શેષ વ્રતોનું મહત્વ રહેતું નથી. બૌદ્ધ ધર્મ કથિત પાંચ શિક્ષાપદોમાં પણ