________________
૨૫૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
નિયમોમાં અહિંસાનું પૂર્ણપણે (સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે) પાલન થતું નથી. જ્યારે પ્રભુ મહાવીરના સિદ્ધાંતોમાં તેનું પૂર્ણપણે પાલન થઈ શકે તેવા આચારોનું વિધાન છે. જેમ કે– અહિંસા મહાવ્રતના પાલન માટે જ માધુકરી વૃત્તિથી આહારની પ્રાપ્તિ, ઈર્ષા સમિતિપૂર્વક ગમન, ભાષા વિવેક, રાત્રિભોજન ત્યાગ વગેરે. આ રીતે પ્રભુ મહાવીરનો અહિંસા સંબંધી ઉત્તમોત્તમ કોટિનો શુદ્ધ આચાર છે. સવ્વપૂરૂં સંગમો:- અહિંસા પાલન માટે સંયમ અનિવાર્ય છે. અહિંસાનું આચારાત્મક સ્વરૂપ સંયમ છે. તે સંયમનો આધાર સર્વભૂત અર્થાત્ સર્વ પ્રાણી છે. તેમજ તેના ભેદ-પ્રભેદને યથાર્થરૂપે જાણીને તે સર્વ જીવો પ્રતિ સંયમભાવ રાખવો, તેની દયા પાળવી; તે જ અહિંસા છે. આ રીતે અહિંસા અને સંયમ બને ભાવો પરસ્પર સાપેક્ષ છે. IS SIM :- અહિંસાના સ્વરૂપને સમજીને મનિ જાણતાં કે અજાણતાં બંને પ્રકારની હિંસાનો ત્યાગ કરે. (૧) જાણતાં એટલે સંકલ્પ પૂર્વકની હિંસાનો મુનિ ત્યાગ કરે, તેમજ (૨) અજાણતાં એટલે અયતના, અવિવેકથી થતી હિંસાનો પણ મુનિ ત્યાગ કરે. આ રીતે મુનિ સદા યતના અને વિવેકપૂર્વક દરેક પ્રવૃત્તિ કરે.
બે નવા વિકૃતિ... – આ ગાથામાં હિંસા ત્યાગનું કારણ દર્શાવ્યું છે. સર્વ જીવોજીવવાને ઈચ્છે છે. સર્વ જીવોને મરણ અત્યંત દુઃખરૂપ લાગે છે. મૃત્યુનું નામ સાંભળતા જ તે કંપિત થઈ જાય છે અર્થાત્ મૃત્યુને કોઈ ઇચ્છતું નથી. તેથી સંયમી સાધકોએ સર્વ જીવોને આત્મ સમાન જાણીને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે અહિંસાના પ્રાધાન્યને સ્વીકારી સાધુ યાવજીવન સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરે છે. બીજું આચાર સ્થાન : મૃષાવાદ ત્યાગ :
अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया ।
हिंसगं ण मुसं बूया, णो वि अण्णं वयावए ॥ છાયાનુવાદઃ આત્માર્થ પાર્થ વા, શોભા ય વા ભાદ્
हिंसकं न मृषा ब्रूयात्, नो अप्यन्यं वादयेत् ॥ શબ્દાર્થ – મખણ = પોતાના માટે પર = બીજાના માટે જોતા = ક્રોધથી ન વા = અથવા કથા = ભયથી હિંસ = પરપીડાકારી મુસં = અસત્ય ન બૂથ = સ્વયં બોલે નહિ પણ વિ = બીજાને પણ જો વયોવર = બોલાવે નહિ. ભાવાર્થ- સંયમી પોતાના સ્વાર્થ માટે કે અન્ય માટે, ક્રોધથી અથવા ભયથી ઉપલક્ષણથી માન, માયા, લોભ, હાસ્ય વગેરે કોઈપણ કારણથી પરને પીડા ઉત્પન્ન કરે તેવી હિંસાજનક અસત્ય ભાષા બોલે નહિ, બીજા પાસે બોલાવે નહિ અને બીજા કોઈ બોલતા હોય તો તેને અનુમોદન પણ આપે નહિં.
मुसावाओ उ लोगम्मि, सव्वसाहूहि गरहिओ । अविस्सासो य भूयाणं, तम्हा मोसं विवज्जए ।
१२