________________
૨૪૮ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
જીવોની દયા પાળવી, યતના કરવી, (૧૩) અકથ્ય આહાર–પાણી આદિ ન લેવાં, (૧૪) ગૃહસ્થના વાસણમાં જમવું નહીં, (૧૫) પલંગ વગેરે સાધનોનો ઉપયોગ કરવો નહીં, (૧૬) ગૃહસ્થના ઘેર બેસવું નહીં, (૧૭) સ્નાન કરવું નહીં, (૧૮) શરીરની શોભા, શૃંગાર, વિભૂષા કરવી નહીં. વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં સૂત્રકારે નિગ્રંથાચારનું વર્ણન પ્રારંભ કરતાં અઢાર સ્થાનોની મહત્તા સ્થાપિત કરી તેનાં નામ દર્શાવ્યા છે.
અક:- અહીં ગાથાના અનુપ્રાસ માટે અઢાર શબ્દનો પ્રયોગ ન કરતાં જ અટ્ટ શબ્દપ્રયોગ છે. તે અઢાર આચાર સ્થાન આ પ્રમાણે છે. છ વ્રત (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ (૬) રાત્રિ ભોજન ત્યાગ. છકાય સંયમ- (૭) પૃથ્વીકાય સંયમ (૮) અપકાય સંયમ (૯) તેઉકાય સંયમ (૧૦) વાઉકાય સંયમ (૧૧) વનસ્પતિકાય સંયમ (૧૨) ત્રસકાય સંયમ (૧૩) અકલ્પનીય પદાર્થોનો ત્યાગ (૧૪) ગૃહસ્થના પાત્રમાં ભોજન ત્યાગ (૧૫) પલંગ આદિ પર બેસવાનો ત્યાગ (૧૬) ગૃહસ્થના ઘેર બેસવાનો ત્યાગ (૧૭) સ્નાન ત્યાગ (૧૮) વિભૂષા ત્યાગ. આ સર્વ સ્થાનોનું સ્પષ્ટીકરણ હવે પછીની ગાથાઓમાં છે. જિત્તા મસ - આચાર પાલનની અખંડતામાં જ સાધુતાની અખંડતા રહે છે. તેથી
પ્રારંભની આ ગાથામાં જ શાસ્ત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે સૂત્રોક્ત એક પણ આચાર સ્થાનમાં અલના કે વિરાધના થાય તો તે શ્રમણની સાધુતા ખંડિત થાય છે. મત્સ શબ્દ એક દેશ ખંડના, અલના માટે પ્રયુક્ત છે તેમ સમજવું જોઈએ. પ્રથમ આચાર સ્થાન : અહિંસા :
तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं ।
अहिंसा णिउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥ છાયાનુવાદઃ ત્રેવં પ્રથમં સ્થાન, મહાવીરે શિતમ્ !
अहिंसा निपुणेन दृष्टा, सर्वभूतेषु संयमः ॥ શબ્દાર્થ-તસ્થિમં તે અઢાર સ્થાનમાંથી પસં = પ્રથમઢીમાં સ્થાન મહાવીરેખ = ભગવાન મહાવીર સ્વામીએ સિકં = ઉપદેશિત કરેલ હિંસા = જીવ દયા ૩ = નિપુણા, કુશળ gિ = દેખાડી છે, દર્શાવી છે સવ્વપૂર્ણ = સર્વ પ્રાણીઓના વિષયમાં નમો = સંયમ રાખવો. ભાવાર્થ:- તત્ત્વ નિરૂપણમાં કુશલ ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ આ અઢાર સ્થાનમાંથી પ્રથમ સ્થાને અહિંસાને દર્શાવી છે. સર્વ જીવો પ્રતિ સંયમ રાખવો તે જ અહિંસા છે.