________________
૨૪s |
શ્રી દશવૈકાલિક સત્ર
વિહાર અર્થાતુ વાહનનો ઉપયોગ ન કરવો, મેલ પરીષહ સહન કરવો, નવવાડ સહિત બ્રહ્મચર્યપાલન, રાત્રિમાં સંપૂર્ણ આહાર પાણીનો ત્યાગ, સૂક્ષ્મતમ અહિંસા પાલન, અલ્પ ઉપકરણ રાખવા અને પૈસાનો ત્યાગ વગેરે. (૨) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ,ગવેષણાના નિયમો, ભાષાવિવેક, પ્રતિલેખન, પ્રમાર્જન (જરૂરી થાય ત્યારે પોંજીને બેસવું ચાલવું) મલ–મૂત્ર પરિષ્ઠાપન(ત્યાગવા)નો વિવેક વગેરેનું જીવનપર્યત આચરણ કરવું તે સામાન્યજનને માટે અત્યંત મુશ્કેલ હોવાથી તે દુધિષ્ઠિત કહેવાય છે.
અનાદિકાલથી જીવને પૌલિક સુખનો અનુરાગ હોય છે, જ્યારે આચાર પાલનમાં પૌગલિક સુખની ઇચ્છાનો ત્યાગ કરવો પડે છે; તેથી જ જન સામાન્યને અથવા સત્વ રહિત જીવોને આચાર પાલન મુશ્કેલ બની જાય છે.
|UMલ્થ સિં... - પાંચમી ગાથામાં નિગ્રંથાચારનું અલૌકિક મહત્ત્વ પ્રદર્શિત કર્યું છે. મોક્ષ પ્રાપ્ત કરાવનાર એવો ઉત્તમ, પવિત્ર, સચોટ, સત્ય, માર્ગ સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ પ્રદર્શિત કર્યો છે. આ કોઈ સ્વયંની અતિશયોક્તિયુક્ત પ્રશંસા માત્ર નથી પરંતુ વાસ્તવિકતાનું પ્રકટીકરણ છે. કારણ કે આ પ્રકારે તે આચારમાં સૂક્ષ્મતમ અહિંસા, વિવેકયુક્ત વચન વ્યવહાર અને સરળ, નિષ્કપટ સંપૂર્ણ જીવન વ્યવહાર છે. તેમાં વિષય, કષાય, ઇન્દ્રિય પોષણ કે મનની સ્વચ્છંદતાને કિંચિત્ માત્ર સ્થાન નથી જે આચારનું પાલન રાગદ્વેષનો નાશ કરી વીતરાગ દશાની પ્રાપ્તિ કરાવે છે, સાધકની શુદ્ધિ અને સિદ્ધિ કરાવે છે. જેમાં સ્વરક્ષા સાથે સર્વ જીવ રક્ષાનો મહત્તમ આશય સમાયેલો છે. તે આચારનો ઉત્તમ તેવો માર્ગ તીર્થકરોએ સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી જ દર્શાવેલ છે; માટે તે માર્ગ લોકમાં અનુપમ અને અદ્વિતીય છે; તેથી જ ગાથામાં [UUાલ્ય રિસે તુરં; ન મૂવું જ વિસ, જેવા શબ્દોનો પ્રયોગ થયા છે; તે ઉપયુક્ત છે અને કસોટી કરતાં સત્ય સિદ્ધ થાય છે. આ પ્રકારના આચારનું કથન અન્યત્ર ક્યાંય નથી, એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં થશે પણ નહીં. આ નિગ્રંથાચાર ત્રિકાલ શાશ્વત છે.
આચારની અલૌકિકતાના કથન પછી આ છઠ્ઠી ગાથામાં સૂત્રકારે આચાર પાલનના અધિકારીનું કથન કર્યું છે.
સહુ . - નિગ્રંથાચાર આબાલ વૃદ્ધ, સરોગી નિરોગી સર્વ અવસ્થાવાળાઓને ઉપયોગી, આદરણીય, અવશ્ય કરણીય તાત્પર્ય એ છે કે આ અધ્યયનમાં કહેવાશે તે અઢાર આચાર નિયમો પ્રાયઃ સર્વ સાધકોને અસ્મલિત(અખંડિત) રૂપે પાલન કરવા આવશ્યક છે. આત્મકલ્યાણ સાધના માટે તે સર્વ આચાર નિયમ પૂર્ણ હિતાવહ છે.
ક્ષુલ્લક એટલે બાલક, જે શારીરિક અને માનસિક શક્તિથી અપરિક્વ હોય. તે વિયર એટલે વયોવૃદ્ધ, જે શારીરિક અને માનસિક શક્તિથી પરિપક્વ હોય. રોગી કે નિરોગી પ્રત્યેક વ્યક્તિને આચારનું પાલન કરવું આવશ્યક છે. પ્રભુના શાસનમાં આબાલવૃદ્ધ માટે અને રોગી કે નિરોગી માટે આ અધ્યયનમાં રાજમાર્ગરૂપ સમાન નિયમો છે, જે મોક્ષ સાધનામાં અતિ આવશ્યક છે. આપવાદિક પરિસ્થિતિના નિયમો જુદા હોય છે, તે યથા પ્રસંગે આગમમાં કહેવાયા છે.