________________
અધ્ય.-૬: મહાચાર કથા.
૨૪૩
શ્રદ્ધા ધરાવતા હતા. તેમના જીવનના મહત્ત્વના કાર્યો ધર્મગુરુની સલાહ-સૂચના લઈને કરતા હતા. તેથી તેઓ વારંવાર ધર્મગુરુઓના સમાગમમાં આવતા અને વિવિધ પ્રકારે પોતાની જીજ્ઞાસાને પ્રગટ કરતા હતા. પ્રસ્તુત ગાથાઓમાં અજ્ઞાતનામાં આચાર્યશ્રી સમક્ષ રાજાદિ દ્વારા નિવેદન કરેલી જિજ્ઞાસા છે, જેના સમાધાન રૂપે જ આ સંપૂર્ણ અધ્યયનની સંકલના છે. Tળ સળ સંપvi... –આ પ્રથમ ગાથામાં આચાર્યના ગુણોને ત્રણ શબ્દોથી સંકલિત કર્યા છે– (૧) જ્ઞાનદર્શનગુણથી સંપન્ન (૨) સંયમ અને તપમાં લીન (૩) આગમજ્ઞાની.
ઉદ્યાનમાં બિરાજમાન તે આચાર્ય વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત હતા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનના ધારક હતા. અને સમ્યગુ શ્રદ્ધા સંપન્ન હતા. સંગને ય ત તે આચાર્ય પાંચ મહાવ્રત આદિ ૧૭ પ્રકારના સંયમ અને ૧૨ પ્રકારના તપમાં રત હતા, અર્થાત્ તેની સમ્યગુ આરાધના કરનાર હતા. આમ પન્ન = આગમ સંપન્ન. જે સમયમાં જે આગમ જ્ઞાન–૧૧ અંગો, ૧૪ પૂર્વ વગેરે વિધમાન હોય તેના જે વિશિષ્ટ જ્ઞાતા હોય તે આગમ સંપન્ન કહેવાય છે.
જો કે જ્ઞાનદર્શન સંપન્નમાં આગમ જ્ઞાન આવી જાય છે છતાં શ્રુતજ્ઞાનની મહત્તા દર્શાવવા આગમ સંપન્ન વિશેષણ અલગ આપ્યું છે. બીજી અપેક્ષાએ એમ પણ સમજી શકાય કે જ્ઞાન, દર્શન સંપન્નતાથી સ્વયંને પ્રાપ્ત વિજ્ઞાનની મહત્તા અને આગમ સંપન્નતાથી બીજાને જ્ઞાન આપવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે.
ળિ :- આચાર્ય શિષ્ય ગણને પોતાની નેશ્રામાં રાખી, મોક્ષમાર્ગની આરાધના કરાવે છે. તેથી તેઓ ગણિ કહેવાય છે, તેમજ શિષ્ય સમુદાયના અધિપતિ–સ્વામી હોવાથી પણ તે ગણિ કહેવાય છે.
પુછતિ ળિયખાળો- નિશ્ચલ ચિત્તથી – એકાગ્રતાથી, શાંતિથી પૂછ્યું. આ શબ્દ પ્રયોગ પ્રશ્ન પૂછનારની યોગ્યતા પ્રગટ કરે છે. ચંચળ ચિત્તથી પ્રશ્ન પૂછનારની જિજ્ઞાસા યથાર્થ હોતી નથી. જેની જિજ્ઞાસા તીવ્રતમ હોય તે જ નિશ્ચલચિત્તથી પ્રશ્ન પૂછે છે અને નિશ્ચલચિત્તથી પ્રશ્ન પૂછનાર જ સાચું સમાધાન મેળવી શકે છે. આથાર જોયો - આચાર ગોચર. તેના ભિન્ન-ભિન્ન અર્થ થાય છે. (૧) આચારનો વિષય (૨) સાધ્વાચારના અંગભૂત છ વ્રત (૩) નિયમોપનિયમ (૪) આચાર અને ગોચરને ભિન્ન ભિન્ન શબ્દ તરીકે સ્વીકાર કરતાં આચાર = જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ પાંચ આચાર છે અને ગોચર = ભિક્ષાચરી. (૫) આચાર એટલે ધર્મના મૂળભૂત નિયમો અને ગોચર એટલે સંયમ પાલનના ઇતર નિયમો કે જેના દ્વારા મૂળવ્રતોની પુષ્ટિ થાય. આચાર્ય ભગવંતનો પ્રત્યુત્તર : આચાર મહત્તા :
तेसिं सो णिहुओ दंतो, सव्वभूयसुहावहो । सिक्खाए सुसमाउत्तो, आयक्खइ वियक्खणो ॥