________________
અધ્ય.-૬ઃ મહાચાર કથા
૨૪૧
પાલન કરાય તે આચાર છે. આચારમાં મહાવ્રતનો સમાવેશ થાય છે. પંચ મહાવ્રત તે એક ઉત્તમ આચાર
* આવાઝથો ધર્મા આચારને પ્રથમ ધર્મ કહ્યો છે. સાધકની સાધ્યસિદ્ધિ આચારથી જ થાય છે. તેથી આચાર તે સાધુ જીવનનો પ્રાણ છે. * આ અધ્યયનનું બીજું નામ 'ધર્માર્થકામ' પણ મનાય છે. પરંતુ તેનો કોઈ પુષ્ટ આધાર પ્રાપ્ત થતો નથી. આ અધ્યયનની ચોથી ગાથામાં થમ્પત્થામા શબ્દ નિગ્રંથનું વિશેષણ છે. ધર્મના પ્રયોજનભૂત મોક્ષની જ કામના કરનારને ધર્માર્થકામ કહે છે. નિગ્રંથો ધર્માર્થકામ જ હોય છે અને તેના આચારનું સુવિસ્તૃત કથન હોવાથી તેનું નામ 'ધર્માર્થકામ હોય તો તે પણ યોગ્ય છે.