________________
[ ૨૪૦]
શ્રી દશવૈકાલિક સૂત્ર
| છઠ્ઠું અધ્યયન |
પરિચય
જે
જે
* આ અધ્યયનનું નામ મહાચાર કથા છે. * ત્રીજા અધ્યયનમાં કથિત 'ક્ષુલ્લકાચાર'ની અપેક્ષાએ આ અધ્યયનમાં આચાર વિષયક વિસ્તૃત કથન હોવાથી તેનું નામ 'મહાચાર કથા' છે. ત્રીજા અધ્યયનમાં બાવન અનાચારનો નામ નિર્દેશ છે, જ્યારે આ અધ્યયનમાં અઢાર આચાર સ્થાનોના સ્વરૂપને વિવિધ દષ્ટિકોણથી સમજાવ્યું છે. જેમ કે- ત્રીજા અધ્યયનમાં ઔદેશિક, ક્રિીત આદિ દોષોના નામોનું કથન છે. આ અધ્યયનમાં તે દોષનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેને અકથ્ય વર્જન આચાર સ્થાન રૂપે દર્શાવીને કહ્યું છે કે દેશિકાદિ દોષયુક્ત આહારનું સેવન કરનાર સાધુ હિંસાની અનુમોદના કરે છે, તેથી સાધુએ તેનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે પ્રત્યેક સ્થાન અંગે વિશિષ્ટ પ્રરૂપણા છે. * 'ક્ષુલ્લકાચાર કથા'માં કેવળ ઉત્સર્ગ માર્ગથી જ અનાચારોનું કથન છે. મહાચારકથામાં અનેક વિષયોને ઉત્સર્ગ અને અપવાદ, બંને અપેક્ષાથી સમજાવ્યા છે. જેમ કે સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહીં તે ઉત્સર્ગ માર્ગ, સામાન્ય નિયમ છે; પરંતુ વૃદ્ધ, રોગી કે તપસ્વીને કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં બેસવું પડે તો આજ્ઞા લઈને બેસી શકે છે, તે અપવાદ માર્ગ છે. આ રીતે આ અધ્યયનમાં અનેક પ્રકારે વિશાળતા પ્રતીત થતી હોવાથી તેનું નામ મહા આચાર કથા = વિસ્તૃત આચારના કથનવાળું છે. * ત્રીજા અધ્યયનની રચના નિગ્રંથના અનાચારોના સંકલનરૂપ છે. જ્યારે આ 'મહાચાર કથા'ની રચના રાજાદિની જિજ્ઞાસાના સમાધાનરૂપે છે. * આ અધ્યયનમાં અઢાર આચાર સ્થાનનું નિરૂપણ છે. યથા- છ વ્રત = (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ (s) રાત્રિભોજન ત્યાગ, છકાય સંયમ = (૭) પૃથ્વીકાય સંયમ (૮) અપકાય સંયમ (૯) તેઉકાય સંયમ (૧૦) વાયુકાય સંયમ (૧૧) વનસ્પતિકાય સંયમ (૧૨) ત્રસકાય સંયમ (૧૩) અકથ્ય વર્જન (૧૪) ગૃહસ્થના વાસણમાં જમવું નહીં (૧૫) પલંગાદિ પર બેસવું નહીં (૧૬) ગૃહસ્થના ઘેર બેસવું નહીં (૧૭) અસ્નાન વ્રત (૧૮) વિભૂષા ત્યાગ. * આ અઢાર આચાર સ્થાનના નિરૂપણ દ્વારા સૂત્રકારે નિગ્રંથદશાનું આલેખન કર્યું છે. પ્રત્યેક વ્રતના કથનમાં અવ્રતના દોષો અને વ્રત પાલનના લાભ, આ રીતે વિધિ અને નિષેધ બંને પ્રકારે કથન છે. જે સાધકને વ્રત પાલન માટે પ્રેરક બને છે. * સાધ્વાચારના નિયમોને આચાર કહે છે અથવા સમ્યક ચારિત્રના પાલન માટે જે વિધિ નિયમોનું