________________
અધ્ય.-૫, ૬-૨: પિંડેષણા
| ૨૩૯ |
ભિક્ષાવિધિને શીખે અને તસાર તેનું પાલન કરે, ઇન્દ્રિયો અને મનને વશમાં રાખતાં એષણા દોષોનો
ત્યાગ કરે અને સંયમ ગુણોની આરાધના કરે. તિતન્નપુર્વ –'તિવ' શબ્દનો અન્વય ના અને ગુણવં બંને સાથે થાય, તેથી તેના બે અર્થ થાય છે– (૧) તીવ્રલજ્જાવાન = અનાચાર કે દોષના સેવનમાં તીવ્ર લજ્જાવાન (૨) તીવ્ર ગુણોની એટલે ઉત્કૃષ્ટ ગુણોની આરાધના કરનાર. બીજી અપેક્ષાએ- તીવ્ર = ઉત્કૃષ્ટ, લજ્જા = સંયમ. તેથી સિબ્બલmગુણવં નો અર્થ થાય કે ઉત્કૃષ્ટ સંયમ ગુણયુક્ત, ઉત્કૃષ્ટ સંયમગુણ સંપન્ન.
-: પરમાર્થ:પિડેષણારૂપ પાંચમા અધ્યયનના બે ઉદ્દેશકમાં પૂર્ણ પ્રયોગ સિદ્ધ, શરીરરૂપ પિંડનો નિર્વાહ કરવા માટે ભિક્ષા લાવવાની પ્રકૃષ્ટ પ્રક્રિયા પરમાત્માએ પ્રકાશી, ગૃહસ્થને બોજારૂપ ન બની જવાય તેની રહેમ પૂર્વક કાળજી રાખી છે. સાધકની સાધના સિદ્ધ કરવા શરીરને મોક્ષનું સાધન બનાવવાની કળા દેખાડી છે. તેને સ્વસ્થ રાખવા, પહેલી ક્રિયા માનસિક, ત્યાર બાદ કાયિક અને ત્યાર પછી વાચિક દર્શાવી છે. ભિક્ષાના સમયે કોઈપણ જાતનો લોમ-વિલોમ, ભ્રાન્તિ કે મૂછ ભાવ રાખ્યા વિના, મનના શુભભાવ સહિત સ્થિર પરિણામે ઉપાશ્રયથી બહાર ભિક્ષા લેવા માટે જવું, ચિત્ત સ્વસ્થ રાખી ગુરુદેવની આજ્ઞાથી જવું. ત્યાર પછી રસ્તામાં ચાલતાં જીવોની દયા પાળવા આંખોથી ધરતીને જોતાં ચાલવું. ગૃહસ્થના પ્રાંગણમાં પ્રવેશ કરતાં આંખોને કોઈ પણ સ્થાને નહીં ઘૂમાવતાં ફક્ત નિર્દોષ આહારની ગવેષણામાં જોડવી. કલ્પાકલ્પનો વિવેક દર્શાવવા વહોરાવનાર દાતાની સાથે સંયમપૂર્વક પ્રશાંત ભાવે વાર્તાલાપ કરવો. આ રીતે સંપૂર્ણ વિધિ ફક્ત પુદ્ગલના પ્રચયરૂપ મળેલાં કર્મજન્ય પિંડમાં ચાર પ્રકારના આહારરૂપ પિંડને પધરાવવાની દર્શાવી છે. આહાર જરામાત્ર પાત્રમાં ન રહી જાય, એક પણ કણ જીવહિંસાનું કારણ ન બને તેમ ભોજન કરવું. આમ પુષ્ટિ પામેલું શરીર પૂર્ણતયા સ્વાધ્યાય, ધ્યાન, પ્રેક્ષા, અનુપ્રેક્ષામાં જોડી જ્ઞાનપૂર્વક સમિતિ, ગુપ્તિમાં રહી સંપૂર્ણ કર્મનો ક્ષય કરવા શરીરરૂપી સાધનનો સદુપયોગ કરી,પિંડમાંથી પરમાત્માને અલગ કરતાં વિરતિમાંથી વીતરાગ બની જવું, તે આ અધ્યયનનો પરમાર્થ છે.
|| બીજો ઉદ્દેશક સંપૂર્ણ |
I અધ્યયન-૫ સંપૂર્ણ |