________________
૨૩૮ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
આ ઉદ્દેશકમાં પ્રારંભની ૩૦ ગાથાઓમાં ગોચરી–ગવેષણા સંબંધી વર્ણન છે. ત્યારપછી ગાથા ૩૧મી થી ૪૮મી સુધી તપ સંયમની વિરાધના અને તેમાં માયાચાર કરનારનું વર્ણન છે. જેમાં અંતે ૪૭–૪૮મી ગાથામાં દેવદુર્ગતિ અને સંસાર ભ્રમણનું વર્ણન છે. તે વિષયનું સમાપન કરતાં પ્રસ્તુત ૪૯મી ગાથામાં સૂત્રકારે હિતશિક્ષા આપી છે, જે અતિસંક્ષિપ્ત છે કે– ઉક્ત સંયમ દૂષણ અને તેના પરિણામને જાણી, સમજીને બુદ્ધિમાન સાધક માયા–પ્રપંચ, ઝૂઠ–કપટનો ત્યાગ કરી, સત્યનિષ્ઠ થઈ, વફાદારીપૂર્વક સંયમ આરાધન કરે, તેમાં અણુમાત્ર પણ માયામૃષાનું આચરણ ન કરે.
અધ્યયન સમાપન : શિક્ષા :
सिक्खिऊण भिक्खेसणसोहिं, संजयाण बुद्धाण सगासे । ૬૦
तत्थ भिक्खुसुप्पणिहिंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि॥त्ति बेमि॥ છાયાનુવાદઃ શિવતત્વા પિપળાશુદ્ધિ, સંતાનાં વૃદ્ધાનાં સાત્ |
तत्र भिक्षुः सुप्रणिहितेन्द्रियः, तीव्रलज्जो गुणवान् विहरेत् ॥ શબ્દાર્થ – સુખદ ભલી રીતે ઈન્દ્રિયોને વશમાં કરનાર તિવ્રજ = અનાચારથી અત્યંત લજ્જાવાન = ગુણવાનબિહૂ = સાધુ ગુણ = તત્ત્વના જાણનારા, આચાર્ય સંનયાન = ગીતાર્થ સાધુઓની સIR = સમીપમાંfમહેસાસહિં = ભિક્ષેષણાની શુદ્ધિને સિરિયુઝ = સારી રીતે શીખીને તત્થ = તે એષણા સમિતિના વિષયમાં વિદરિસિ = વિચરણ કરે છે િવનિ = આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ:- આ પ્રમાણે ગુરુ, આચાર્ય પાસે કે અન્ય શ્રમણો પાસેથી ભિક્ષાની ગવેષણા શુદ્ધિને સારી રીતે સમજી, ઈન્દ્રિયોને સમાધિમાં રાખનાર અનાચાર સેવનમાં અત્યંત લજ્જાવાન, ઉન્નત સંયમ ગુણોથી સંપન્ન ભિક્ષુ તપ-સંયમમાં વિચરણ કરે. વિવેચન :
આ ગાથામાં સંપૂર્ણ અધ્યયનના ઉપસંહારરૂપે અંતિમ શિક્ષા વચન છે.
સૂત્રકારે બંને ઉદ્દેશક યુક્ત આ પાંચમા પિંડષેણા અધ્યયનમાં ગૌચરીની ગવેષણા; ગૌચરીમાં ભ્રમણ સંબંધી અને ઘરોમાં ઊભા રહેવા સંબંધી વ્યવહારિક જ્ઞાન; આહાર કરવાની પદ્ધતિ; સચિત્ત અચિત્તનું જ્ઞાન; ગોચરી સંબંધી દૂષિત મનોવૃત્તિ અને તેનું પરિણામ; તેમજ શુદ્ધ ગવેષણાયુક્ત આહાર લેનાર શ્રમણ અને નિર્દોષ ભિક્ષાદાતા શ્રમણોપાસક, તે બંનેની સદ્ગતિ વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે.
એષણાની શુદ્ધિમાં જ સાધુતાની શુદ્ધિ છે. આ રીતે તેની મહત્તા સમજીને સાધુ ગીતાર્થ ગુરુ પાસે