________________
અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા
વૈમાનિક જાતિના હોવા છતાં તેમની જાતિમાં અત્યંત નિમ્નસ્તરીય અસમ્માનિત તેમજ પુણ્યહીન અને પ્રભાવહીન હોય છે. તે દેવો એકાંત મિથ્યાત્વી હોય છે. જિનાજ્ઞાની ચોરી કરનાર, ગુર્વાદિકની આશતના કરનાર, સમ્યગ્દર્શનથી પતિત થઈ, મિથ્યાત્વી બનીને કિક્વિપી દેવ બને છે.
વિક્રમે વિજ્ગ્યા મ ત ઃ– કિક્વિપી દેવો વૈમાનિક જેવા ઉચ્ચ સ્થાને હોવા છતાં એકાંતરૂપે મિથ્યાદષ્ટિ હોય છે. તેથી આ સ્પષ્ટ થાય છે કે સંયમ વિરાધના કરનાર શાસ્ત્રોક્ત તે ચારે પ્રકારના ચોર અને ગુર્વાદિકની આશાતના, અવર્ણવાદ કરનારા સાધક સાધુવેષમાં રહેવા છતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાદષ્ટિ બની જાય છે, કારણ કે મિથ્યાત્વ પામ્યા પછી જ જીવ કિક્વિષી દેવમાં ઉત્પન્ન થાય છે. તે મિથ્યાત્વ અજ્ઞાનના કારણે જ તે દેવો પોતાનો પૂર્વ ભવ સારી રીતે જાણી જોઈ શકતા નથી. તેથી આ ૪૭મી ગાથામાં કહ્યું છે કે "હું શું આચરણ કરીને અહીં દેવરૂપે ઉત્પન્ન થયો છું" તે વાતને કિલ્વિષી દેવો જાણી શકતા નથી. સંયમ વિરાધકની ભવ પરંપરા ઃ– તે ભારેકર્મી સંયમ વિરાધક જીવ કિલ્વિષી દેવમાં જાય છે. ત્યાં તેના
અશુભ કર્મોનો અંત થતો નથી. તે દેવ ત્યાંથી ચ્યવી તિર્યંચ ગતિમાં અત્યંત દયનીય મૂક બોકડા કે બકરાના ભવને પ્રાપ્ત કરે છે. ત્યાંથી નરક અને તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરે છે. તેનાથી આગળ વધીને તે જીવ દુર્લભબોધિ બની જાય છે. તે તેનું સહુથી મોટું અધઃપતન છે.
૨૩૭
આ વિધાન સાપેક્ષ, એકદેશીય અને બાહુલ્ય પ્રધાનતાવાળુ તેમજ ઉપદેશની મુખ્યતાવાળું છે,
તેમ અનેક શાસ્ત્રના કથા વર્ણનોને આધારે સમજાય છે. કારણ કે અહીં વર્ણિત કેટલાક ચોર સાધક પણ અન્ય ગુણોના બલથી અલ્પભવોમાં મુક્ત થઈ જાય છે. ભગવતી સૂત્રાનુસાર કિલ્લીષી દેવ જઘન્ય ૪-૫ ભવ નરક તિર્યંચ મનુષ્ય દેવના કરે છે અને ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે, તેમજ તે વર્ણન અનુસાર જમાલી અણગાર કિલ્વિષી દેવ ભવ પૂર્ણ કરી થોડાક ભવો પછી મુક્ત થાશે.
વિષય સમાપન એવં શિક્ષા :
४९
एयं च दोसं दट्ठूणं, णायपुत्तेण भासियं । अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ॥
છાયાનુવાદ : સ્તં = રોષ દર્ષ્યા, જ્ઞાતપુત્રેળ માષિતમ્ । अणुमात्रमपि मेधावी, मायामृषां विवर्जयेत् ॥
શબ્દાર્થ:- મેહાવી = મર્યાદાવર્તી સાધુ, બુદ્ધિમાન શ્રમણ ગાયપુત્તેળ = જ્ઞાતપુત્ર વડે માસિય ભાષિત થૅ ચ = આ પૂર્વોક્ત પોલં - દોષને વસ્તૂળ = દેખીને અણુમાય પિ = અંશમાત્ર પણ मायामोसं = છલ કપટપૂર્વક અસત્ય ભાષણ વિવષ્નQ = ત્યાગે.
=
ભાવાર્થ:- જ્ઞાતપુત્ર ભગવાન્ મહાવીરે કહેલા આ પ્રકારના દોષોને જાણી બુદ્ધિમાન્ સાધક લેશ માત્ર પણ માયા કે અસત્ય આચરણ ન કરે પરંતુ તેનો ત્યાગ કરે.