________________
૨૩
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવ ચોરીનું કથન છે.
તવ તેને :– તપસ્યાના બાર પ્રકાર છે. તે અપેક્ષાએ જે સાધક શક્તિ હોવા છતાં ઉપવાસ,પોરસી, ઉણોદરી, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ (સેવા) વગેરે કર્તવ્યોની ઉપેક્ષા કરે, તેમાં પરાક્રમ ફોરવવાનું લક્ષ્ય ન રાખે કે તે લક્ષ્યમાં નિરંતર વૃદ્ધિ કરવાનો પ્રયત્ન ન કરે; આ રીતે તપમાં જે પ્રમાદ ભાવ રાખે તે તપનો ચોર અર્થાત્ તપની વિરાધના કરનાર કહેવાય છે.
વય તેને ઃ– વ્રતથી અહીં શ્રમણના પાંચ મહાવ્રતો લક્ષિત છે. જે સંયમ સાધક પાંચ મહાવ્રતોના પાલનમાં પ્રમાદ કે ઉપેક્ષા વૃત્તિ કરે તે વ્રતચોર" કહેવાય છે. વય શબ્દનો છાયાર્થ 'વચન' પણ થાય છે તેથી વવ તેને શબ્દથી 'વચન ચોર' એવો અર્થ પણ કરવામાં આવે છે. છતાં અહીં મહાવ્રત અર્થ વિશેષ પ્રાસંગિક છે.
રૂવ તેને ઃ- સાધુ વેશ સંબંધી કેટલાક નિયમો હોય છે. જેમ કે- મુખવસ્તિકા, રજોહરણ વગેરે ઉપકરણ રાખવા, કાષ્ઠ પાત્ર વગેરેમાં ભિક્ષા લાવવી અને તેમાં આહાર કરવો, ગૃહસ્થો સાથે કે ગૃહસ્થો સામે આહાર ન કરવો. ગૃહસ્થ સાથે એક આસને ન બેસવું; રંગીન વસ્ત્રો ન રાખવા ન પહેરવા, શસ્ત્ર રૂપે કોઈ ઉપકરણ ન રાખવા, આભૂષણ, માળાઓ વગેરે ધારણ ન કરવા, હજામત કે દાઢી ન કરાવવી પરંતુ યથાસમયે લોચ કરવો વગેરે લિંગ સંબંધી કે વેશ સંબંધી મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર શ્રમણ શાસ્ત્રકારના શબ્દોમાં રૂપચોર કહેવાય છે.
आचारभाव तेणे :- સંયમ સમાચારી, ઉભયકાલ પ્રતિક્રમણ, પ્રનિલેખન, સ્વાધ્યાય, દસ વિધ સમાચારી અદંતધાવન, અસ્નાન, પગપાળા ચાલવું, તેમજ મહાવ્રત, સમિતિ આદિ સંબંધી સૂક્ષ્મ નિયમોપનિયમોનો સમાવેશ આચાર ભાવમાં થાય છે. તે સંબંધી અતિક્રમણ, અતિચરણ કે અનાચરણ કરવા અને તેની શુદ્ધિ ન કરવી; તેના પાલનમાં ઉપેક્ષા ભાવ રાખવો, તે આચારભાવ એટલે શ્રમણાચારની ચોરી છે. આવી પ્રવૃત્તિ કરનારને સૂત્રકારે આચારભાવનો ચોર(વિરાધક)કહ્યો છે. અથવા આચાર ચોર અને ભાવ ચોર બંને ભિન્ન શબ્દો પણ થઈ શકે છે. તે અપેક્ષાએ આચારની શુદ્ધિ ન કરનાર આચાર ચોર અને ભાવોને શુદ્ધ ન રાખનાર ભાવ ચોર કહેવાય છે.
શાસ્ત્રકારે 'ચોર' એવા કઠોર અને ખૂંચતા શબ્દનો પ્રયોગ દુર્ગતિ આપનારી દૂષિત પ્રવૃત્તિઓથી સાધકને વધારે સાવધાન કરવાના લક્ષ્યથી કર્યો છે. એવા જ લક્ષ્યથી શાસ્ત્રકારે ઉત્તરાધ્યયન સૂત્રના સત્તરમા અધ્યયનમાં એક-એક દૂષિત આચરણ કરનારને પાપ શ્રમણ સંજ્ઞા આપી છે. દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં અઢાર આચાર સ્થાનોની વિરાધના કરનારને સંયમ ભ્રષ્ટ શબ્દથી સૂચિત કર્યો છે અને તે જ અધ્યયનમાં રાત્રિએ ખાધ પદાર્થોનો સંગ્રહ રાખનારને તે ગૃહસ્થ છે, સાધુ નથી તેવા માર્મિક શબ્દો વડે નવાજ્યા છે. આ સર્વ કટુ શબ્દપ્રયોગ પદ્ધતિની પાછળ શાસ્ત્રકારની સાધક પ્રત્યે પરમ કલ્યાણ ભાવના નિહિત છે.
ઝબ્બર વેવ નિક્વિસ – વિવિધ પ્રકારે જિનાજ્ઞાની વિરાધના કરનાર વિરાધક સાધુ સંયમ પાલનના કારણે દેવગતિ પ્રાપ્ત કરવા છતાં અત્યંત ક્ષુદ્ર કિવિધી જાતિની દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે કિષ્વિથી દેવો