________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
=
ગૃહસ્થ
શબ્દાર્થ:- તારિસો = તે ગુણવાન સાધુ આણ્િ = આચાર્યોની આાહેરૂ = આરાધના કરે છે સમળે યાવિ = સામાન્ય સાધુઓની પણ આરાધના કરે છે ખિન્નત્થા વિ લોકો પણ તે પવિત્ર સાધુને પૂત્તિ - પૂજે છે, આદર સન્માન આપે છે નેળ = કેમ કે ગૃહસ્થો તરિયું - તેના શુદ્ધ આચરણને નાનંતિ = જાણે છે.
=
૨૩૪
ભાવાર્થ:- તે ગુણવાન શ્રમણ, આચાર્યોની તથા બીજા સાધુઓની પણ આરાધના કરે છે– વિનય વૈયાવચ્ચ કરે છે અને તેને ઉત્તમ આચાર સંપન્ન ભિક્ષુ જાણીને ગૃહસ્થો પણ તેનો આદર કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સંયમના આરાધક શ્રમણની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કર્યું છે.
પૂર્વ વર્ણિત પ્રમાદી શ્રમણના જીવન વર્ણનની અપેક્ષાએ પ્રતિપક્ષરૂપ વર્ણન હોવાથી આ ગાથાઓ ના વિષયની સ્પષ્ટતા શબ્દાર્થ અને ભાવાર્થથી થઈ જાય છે.
આત્મગુણોના વિકાસમાં પુરુષાર્થશીલ શ્રમણ આ લોકમાં સત્કાર, સન્માન અને પ્રશંસાને પ્રાપ્ત કરે છે અને તે મોક્ષમાર્ગની શ્રેષ્ઠ આરાધના કરતાં આત્મકલ્યાણ કરે છે.
મેધાવી – બુદ્ધિમાનના બે પ્રકાર છે. (૧) ગ્રંથ મેધાવી – બહુશ્રુત અથવા શાસ્ત્ર પારંગત અને (૨) મર્યાદા મેધાવી – શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર ચાલનાર.
વિડત ગદું સંગુત્ત - વિપુલ, વિશાળ, વિસ્તીર્ણ, ક્ષય ન થાય તેવા નિર્વાણરૂપ અર્થથી સંયુક્ત.
સંયમ વિરાધના કરનારનું ભવિષ્ય :
४६
तवतेणे वयतेणे, रूवतेणे य जे गरे । आयारभावतेणे य, कुव्वइ देवकिव्विसं ॥
છાયાનુવાદ : તપઃસ્તુનો વપસ્તેનો, પસ્સેનમ્ન યો નઃ । आचारभावस्तेनश्व, करोति देवकिल्विषम् ॥
=
શબ્દાર્થ:- - - જે રે - મનુષ્ય, શ્રમણ તવતેણે = તપનો વિરાધક વયતેણે = મહાવ્રતનો વિરાધક રૂવતેને = શ્રમણ વેશની મર્યાદાનો વિરાધક આયામાવતેને = સંયમ સમાચારીનોવિરાધક દેવિિલ્વસ = કિલ્વિષી દેવત્વની હ્રવ્વજ્ઞ = પ્રાપ્તિ કરે છે.
ભાવાર્થ:- જે સાધુ બાર પ્રકારના તપનો, પાંચ મહાવ્રતોનો, સાધુવેશની મર્યાદાનો અને શ્રમણાચારનો ચોર એટલે વિરાધક હોય છે તે દેવયોનિ પ્રાપ્ત થવા છતાં કિલ્વિષી રૂપ હલકી જાતનો દેવ બને છે.