________________
૨૩૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ચિત્રણ પ્રસ્તુત ગાથાઓમાં કર્યું છે. પતિત સાધના વિવિધ દોષો :- (૧) એકલા, એકાન્તમાં છુપાઈને મદિરા પીવાથી માયાચાર (૨) ગુર્વાજ્ઞા અને જિનાજ્ઞાભંગ રૂ૫ ચોરી. (૩) મદ્યપાનમાં આસક્તિભાવ અને તેનાથી ઉન્મત્તતા (૪) માયામૃષા (૫) અપકીર્તિ (૬) અતૃપ્તિ (૭) અસાધુતાનું પોષણ (૮) ચોરની જેમ મનમાં સદા ઉદ્વિગ્નતા (૯) મરણોત્તકાળ સુધી પણ સંવર આરાધનાનો અભાવ (૧૦) આચાર્ય તેમજ શ્રમણોની અનારાધના– અપ્રસન્નતા (૧૧) ગૃહસ્થ દ્વારા તિરસ્કાર–નિંદા (૧૨) દુર્ગુણ પ્રવેશ (૧૩) જ્ઞાનાદિ ગુણોનો નાશ (૧૪) અંતે સંયમ વિરાધક થાય.
ગાથાઓમાં વિસ્તૃત વર્ણન હોવાથી વિષય સ્પષ્ટ છે. આવા દુર્બસની સાધક આચાર્ય કે ગુરુવર્યોની સેવા, ભક્તિ, વિનય તેમજ આજ્ઞાપાલનથી આરાધના કે ઉપાસના કરી શકતા નથી અને તેના વ્યક્તિગત દૂષિત જીવનથી સાધુ સમાજ અને જિનશાસનની અવહેલના–નિંદા થાય છે.
મદ્યપાન અનેક આપત્તિનું તેમજ નરકગતિનું કારણ હોવાથી દરેક શ્રાવક અને શ્રમણોને તેમજ દરેક માનવ માત્રને ત્યાજ્ય છે, તો મોક્ષના આરાધક સંયમી સાધુ માટે તો સર્વ માદક દ્રવ્ય સર્વથા વર્પ જ હોય તે સહજ સમજી શકાય છે. નાં સારામખો – તેના બે અર્થ થાય છે– (૧) પોતાના યશની સુરક્ષા માટે (૨) સંયમની સુરક્ષા માટે. મુખપમા – અહીં મધ અને પ્રમાદ બન્ને ભિન્ન શબ્દ પ્રતીત થાય છે. પરંતુ તે બંને પૃથક શબ્દ નથી એક જ શબ્દ છે. મધ પ્રમાદનું કારણ છે. તેથી મધને જ પ્રમાદ કહેવામાં આવ્યો છે. fણહિંદ-ગૂઢ માયા, કપટ પ્રપંચ અર્થાત્ એક કપટને છુપાવવા કરાતું બીજું કપટ. દારૂ પીવો તે પ્રથમ કપટ-દોષ છે અને જુઠું બોલી તેને છુપાવવું, તે બીજું કપટ છે. બકુળદી - અગુણ પ્રેક્ષી, દોષદર્શી. પ્રમાદ આદિ દોષોમાં લીન; અવગુણોને ધારણ કરનાર; સમ્યગૃજ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, આજ્ઞા પાલન વગેરે ગુણોની ઉપેક્ષા કરનારા. સંચમીની શ્રેષ્ઠતા :
तवं कुव्वइ मेहावी, पणीयं वज्जए रसं । ४२
मज्जप्पमायविरओ, तवस्सी अइउक्कसो ॥ છાયાનુવાદઃ તપ: રોતિ મેધાવિ, પ્રતં વર્જયેત્ સં.
मद्यप्रमादविरतः, तपस्वी अत्युत्कर्षः ॥ શબ્દાર્થ - મેરાવી = બુદ્ધિમાન, મર્યાદાવર્તી સાધુ તવં = ઉજ્જવળ તપ બ = કરે છે પN