________________
અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
૨૭૧
છાયાનુવાદ: આવાનારાંધતિ, શ્રમ વાવ તાદશઃ |
गृहस्था अप्येनं गर्हन्ते, येन जानाति तादृशम् ॥ શબ્દાર્થ-તારિણી = તે મદિરા પીનાર સાધુ આરિ = આચાર્યની પાર = આરાધના કરતો નથી તેમને યાવિ = સાધુઓની પણ આરાધના કરતો નથી દિલ્યા વિ = ગૃહસ્થો પણ તેની રિતિ = નિંદા કરે છે નેપ = કારણ કે તેઓ તારિd = તેને દુષ્ટ ચારિત્રવાળો નાગતિ = જાણે છે. ભાવાર્થ – તે મધપાન કરનાર વેશધારી સાધુ પોતાના આચાર્યોની કે અન્ય શ્રમણોની આરાધના કરી શકતો નથી. ગૃહસ્થો તેની અસાધુતાને જાણે છે, તેથી તેઓ પણ તેની નિંદા કરે છે.
एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जए । ४१
तारिसो मरणंते वि, ण आराहेइ संवरं ॥ છાયાનુવાદ પૂર્વ , ગુણાનાં જ વિવર્નવ: |
तादृशो मरणान्तेऽपि, नाराधयति संवरम् ॥ શબ્દાર્થઃ- પર્વ તુ = આ પ્રકારે અ હી = અવગુણોનો જોનારો, અવગુણ ધારણ કરનારો TIM = ગુણોને વિવMણ = ત્યાગનારો તારસો = તેવા પ્રકારનો સાધુ મતે વિ = મૃત્યુના સમયમાં પણ સંવ૨ = સંવરની, સંયમ ધર્મની જ મારાદે = આરાધના કરી શકતો નથી. ભાવાર્થ:- આ પ્રમાણે દુર્ગુણોનું સેવન કરનાર અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સંવરધર્મને આરાધી શકતો નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં જિહાલોલુપ માયાવી મદ્યાસક્ત એવા દુર્ગુણી સાધુની પતિત દશા દર્શાવી છે.
ચારિત્ર મોહકર્મના ઉદયમાં પણ વૈરાગી શ્રમણ જાગરુકતા પૂર્વક તેને નિષ્ફળ કરી સંયમ ધર્મમાં સુરક્ષિત રહી શકે છે, તે માટે શાસ્ત્રમાં સમયે પોયમ માં પાયા નો ઘોષ યત્ર-તત્ર સર્વત્ર ગૂંજી રહ્યો છે. તેમ છતાં કોઈ મંદ પુરુષાર્થી શ્રમણ ઉદયાધીન થઈ સંયમ મર્યાદાથી પતિત થઈ જાય છે અને અનાચારણીય કૃત્યોનું આચરણ કરતા થઈ જાય છે. તે અનાચાર અઢાર, બાવન કે અનેકાનેક, સેકડો પ્રકારે શાસ્ત્રોમાં વર્ણિત છે. તેમાંથી અહીં માત્ર મધસેવન રૂપ અનાચારની દોષ પરંપરાને સ્પષ્ટ કરવામાં આવી છે.
પ્રભુના શાસનની આચાર વ્યવસ્થા પૂર્ણ વ્યવસ્થિત હોવા છતાં વ્યક્તિનું મન વિચિત્ર કર્મસંયોગે ભુક્તભોગીને પૂર્વની સ્મૃતિએ અને અભુક્તભોગીને નૂતન કુતૂહલે કે તેવા ઔષધ વગેરેના સંજોગે(શલક રાજર્ષિવતુ) સંયમ નિયમથી પતિત થઈ જાય છે ત્યારે તે મદિરા સેવી થઈ જાય છે. તેના દૂષિત જીવનનું