________________
[ ૨૨૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ - પંડિર = પંડિત સાધુ અવળો = દીનતા રહિત થઈને વિત્ત = આહાર પ્રાપ્તિની છે સિM = ગવેષણા કરે જ વિલીન્ન = આહાર ન મળે તો વિષાદન કરે અને સોયામિ = સરસ ભોજનમાં અમુચ્છિો = મૂચ્છિત ન થાય માય = આહારની માત્રા જાણનારો પંકિ = પંડિત મુનિ અલગ = સર્વથા નિર્દોષ આહારમાં રત રહે, એષણા સમિતિ યુક્ત રહે. ભાવાર્થ – નિર્દોષ ભિક્ષાની ગવેષણાના નિયમોમાં રત(સંલગ્ન) અને આહારની મર્યાદાને જાણનાર પંડિત ભિક્ષુ અદીનભાવે આહારની ગવેષણા કરે, તેમ કરતાં કદાચિત્ આહાર ન મળે તો ખેદ ન કરે અને સારો આહાર મળી જાય તો તેમાં મૂચ્છિત ન થાય. વિવેચન :
પચીસમી ગાથામાં કહ્યા પ્રમાણે અનુક્રમે ગોચરી કરતાં લાભ–અલાભ થાય, મનોજ્ઞ અમનોજ્ઞ પદાર્થ મળે, તેમજ અલ્પ કે બહુ પ્રમાણમાં ભિક્ષા મળે ત્યારે મુનિને કોઈપણ પ્રકારે દીનતા અને આસક્તિના ભાવો ન કરવા વગેરેનો ઉપદેશ પ્રસ્તુત ગાથામાં આપ્યો છે. અહી વિસિલિન્ના:- સાધુ અદનભાવે આહાર પ્રાપ્ત કરે. પોતાના શુભાશુભ કર્મના ઉદયાનુસાર અલ્પ કે અધિક, મનોજ્ઞ કે અમનોજ્ઞ, આહારનો લાભ કે અલાભ થાય છે. લાભમાં આનંદ અને અલાભમાં દીન બની જવું કે વિષાદ કરવો તે સાધુતા નથી, લાભ અને અલાભમાં સમભાવ રાખવો તે જ સાધુતા છે.
ગૃહસ્થની સામે પોતાની દીનતા-હીનતા પ્રદર્શિત કરીને અથવા લાચારી બતાવીને આહારની યાચના કરવી તે દીનવૃત્તિ છે. કારણ કે દીનતા પ્રગટ કરવાથી જિનશાસનની લઘુતા થાય છે અને મનમાં દીનતા આવી જવાથી શુદ્ધ આહારની ગવેષણા થઈ શકતી નથી. તેથી મુનિ અદૈન્ય ભાવે ભિક્ષાવૃત્તિ કરે.
અસ્થિઓઃ- જે મુનિ રસાસ્વાદમાં મૂચ્છિત થાય છે, તેને જ આહારની પ્રાપ્તિ ન થવાની દીનતા થાય છે. તેમ જ મૂચ્છિત વ્યક્તિ નિર્દોષ ગવેષણા કરી શકતી નથી, સમભાવ રાખી શકતી નથી. તેથી સાધુ આહારમાં અમૂચ્છિત-અનાસક્ત રહે. માયા :- સાધુએ પોતાના આહારની માત્રાને જાણવી અને તે પ્રમાણે જ આહાર લાવવો જોઈએ; અધિક આહાર લાવવાથી આહાર વાપરવો પડે અથવા તો પરઠવો પડે. બંને પરિસ્થિતિમાં સંયમભાવ કે સમભાવમાં હાનિ થાય, તેથી આહારની માત્રાના જાણકાર થવું તે સાધુનો એક વિશિષ્ટ ગુણ છે.
ષણ ૨૫ - એષણા સમિતિના નિયમોમાં રત રહે. સાધુ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક કરે તો જ રાગદ્વેષથી દૂર થઈ શકે છે. માટે મુનિ ગૌચરી સમયે દીનતા કે આસક્તિના વિકલ્પોનો ત્યાગ કરી, આહારની ગવેષણામાં સમગ્ર લક્ષ્ય રાખે. આ પ્રકારની એકાગ્રતા, તલ્લીનતાથી જ સંયમ ધર્મનું કે અહિંસાદિ ધર્મનું પાલન થઈ શકે છે.
સાર એ છે કે– (૧) ગોચરીમાં અલાભ થતાં અથવા અલ્પ કે અમનોજ્ઞ પદાર્થ મળતાં મુનિ