________________
અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા
૨૨૧
શબ્દાર્થ:- મિવ બ્લ્યૂ = સાધુ સમુવાળ = સામુદાનિક રૂપે, યથાક્રમે સયા - સદા ાં ખ્વાવયં = સામાન્ય અને વિશેષ ઘરોમાં ઘરે = આહારને માટે જાય છીય લ = ગરીબ ઘરને, સામાન્ય ઘરને અમ્ન = ઉલ્લંઘન કરીને સર્જ = ઘનાઢય ઘરોમાં ગભિયારણ્ = જાય નહિ.
ભાવાર્થ:- ભિક્ષુ હંમેશા ધનવાન અને નિર્ધન ઘરોમાં યથાક્રમે સમાન ભાવે ગોચરી કરે, નિર્ધન ઘરોને છોડીને શ્રીમંતોને ઘેર ન જાય.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુનિને ગોચરી કરવામાં સામુદાનિક ભિક્ષાવૃત્તિના માધ્યમે અનાસક્ત વૃત્તિનો નિર્દેશ છે.
સમુયાળ રે... :– ગરીબ કે ધનવાનના ભેદભાવ વિના દરેક ઘરમાંથી સમાનભાવે ભિક્ષા માટે જવું અને સમભાવપૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી, તેને સામુદાનિક ભિક્ષાવૃત્તિ કહે છે.
સામુદાનિક ભિક્ષાવૃત્તિમાં ભિક્ષુના અનાસક્તભાવ ટકી રહે છે, પરંતુ જ્યારે તેના અંતરમાં આસક્તિભાવ જાગૃત થાય છે, ત્યારે તે સામાન્ય ઘરનું ઉલ્લંઘન કરીને શ્રીમંતોના ઘરમાં ગૌચરી માટે જાય છે. તે આસક્તિ બે પ્રકારની હોય છે– (૧) ધનાઢય લોકો પ્રતિ (ર) સ્વાદિષ્ટ આહાર પ્રતિ.
(૧) કેટલાક શ્રમણોને ધનાઢ્ય લોકો સાથે સંપર્ક કે અતિ પરિચય રાખવાની અને તેઓની સંપત્તિનો પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરાવવાની પ્રવૃત્તિ હોય છે. ગોચરી માટે ફરતાં શ્રીમંતોના ઘેર જતાં સહજ રીતે તેઓનો સંપર્ક થઈ જાય છે. આ કારણે સામાન્ય ઘરોની ઉપેક્ષા કરીને ઈચ્છિત ધનાઢ્ય ઘરોમાં જ ગોચરી માટે જાય છે. (૨) કોઈ શ્રમણોને સારા–સારા ખાધ પદાર્થોની જ અપેક્ષા હોય છે અને તે સ્વાદવૃત્તિનું પોષણ શ્રીમંતોના ઘરમાં જ થાય છે. તેથી સામાન્ય ઘરને છોડીને મુનિ શ્રીમંતોના ઘરમાં ગૌચરી જાય છે.
ઉક્ત બંને પ્રકારની વૃત્તિ કે પ્રવૃત્તિ સંયમી જીવનમાં બાધક છે. તેથી સાધુએ તે વૃત્તિનો ત્યાગ કરીને સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. કોઈપણ પ્રકારના સંકલ્પ વિના સહજ ભાવે પરિભ્રમણ કરતાં જે નિર્દોષાહાર પ્રાપ્ત થાય તેનાથી ઉદરપૂર્તિ કરવી જોઈએ. આ સર્વ કથન શ્રમણોના જીવનના હાર્દ રૂપ અનાસક્ત ભાવની પુષ્ટિ માટે છે.
ભિક્ષાવૃત્તિમાં અદીનતા અને અનાસક્તિ :
२६
अदीणो वित्तिमेसिज्जा, ण विसीएज्ज पंडिए । अमुच्छिओ भोयणम्मि, मायण्णे एसणा रए ॥ છાયાનુવાદ : અવીનો વૃત્તિમેજયેત્, ન વિણીવેત્ પષ્કૃિતઃ । अमूर्च्छितो भोजने, मात्राज्ञ एषणारतः ॥