________________
૨૧૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
સાર એ છે કે સામાન્ય રીતે મુનિ ગોચરી ગયા હોય ત્યારે ગૃહસ્થને ઘરે બેસે નહીં અને લાંબો સમય ઊભા પણ ન રહે તેમજ વાતો કે ઉપદેશ પણ કરે નહીં. પરંતુ વિશેષ પ્રસંગથી કે કારણથી વિવેક પૂર્વક વિચાર કરી પ્રશ્નનો જવાબ કે ઉપદેશ અથવા ધર્મ પ્રેરણા આપી શકે છે.
સંક્ષેપમાં ગોચરી માટે પ્રવિષ્ટ ભિક્ષુ આહાર પાણીની ગવેષણા સંબંધી વાર્તાલાપ સિવાય અન્ય વાતો ન કરવાનું જ લક્ષ્ય રાખે. [ગૃહસ્થના ઘેર બેસવામાં થતાં દોષોનું વિવરણ આગળ છઠ્ઠા અધ્યયનથી જાણવું.]
વનંબિયા જ પિટ્ટિા -ગૃહસ્થના ઘરે આહાર પાણી વહોરતા મુનિ શાલીનતા-સભ્યતાપૂર્વક ઊભા રહે પરંતુ ગૃહસ્થના કોઈ પણ સ્થાનનો ટેકો ન લે. ગાથામાં ઉદાહરણરૂપે અર્ગલા આદિ ચાર નામ આપ્યા છે. તાત્પર્યાર્થથી ગૃહસ્થના સર્વ સ્થાનો સમજી લેવા. આલંબન લઈને ઊભા રહેલા સાધુની ચંચળતા, પ્રમાદ, અવિવેક, અસભ્યતા, આસક્તિ વગેરે અવગુણની કલ્પના લોકોને ઉત્પન્ન થાય, તેથી સાધુ પ્રત્યે કે શાસન-સંઘ પ્રત્યે અશ્રદ્ધા, હીન ભાવના અવહેલના(નિંદા)ના ભાવો ઉત્પન્ન થાય. કદાચ આલંબન લેતાં તે પદાર્થ તુટી કે ખસકી જાય તો ગૃહસ્થને નુકસાન થાય અને તે વસ્તુ સાધુને વાગે કે પડી જાય તો જીવ વિરાધના અને આત્મ વિરાધના થાય છે. અત્ત નિયં- અi = આગળિયો. પલિદ શબ્દના બે અર્થ છે– (૧) લાકડાનું પાટીયું (૨) બારણાને અટકાવવાનો દાંડો. આગળિયો નાનો હોય છે અને દાંડો વધારે લાંબો હોય છે. આગળિયાનું માપ લગભગ એક ફુટનું છે જ્યારે દાંડાનું માપ ત્રણ ફૂટનું છે. તે બંને ય લાકડાના હોય છે તેમજ ક્યાંક લોખંડના પણ હોય છે. વારં વાવું –બંને શબ્દોનો અર્થ દરવાજો થાય છે પરંતુ એકીસાથે બંને શબ્દો ઉપલબ્ધ થતાં દ્વારનો અર્થ તો દ્વારા જ થાય અને જીવાડશબ્દથી કમાડ અર્થ કરવો. કમાડના પણ બે અર્થ થાય છે– (૧) કબાટ (૨) દરવાજાનું એક પાટીયું. અન્ય ભિક્ષાચરો સાથે વ્યવહાર વિવેક :
समणं माहणं वावि, किविणं वा वणीमगं । उवसंकमंतं भत्तट्ठा, पाणट्ठाए व संजए । तमइक्कमित्तु ण पविसे, ण चिट्ठे चक्खुगोयरे ।
एगंतमवक्कमित्ता, तत्थ चिट्ठिज्ज संजए । છાયાનુવાદઃ શ્રનાં બ્રાહીનું વાવ, પળ નીપમ્ |
उपसंक्रामन्तं भक्तार्थ, पानार्थ वा संयतः ॥१०॥
१०