________________
૨૧૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
કર્મના ઉદયે કે લોકોના અવ્યવસ્થિત કાર્યક્રમના કારણે આહાર પાણી ન મળે અથવા થોડા મળે; તો એવી સ્થિતિમાં સાધુ ખેદ ન કરે. પરંતુ મને અનાયાસ જ તપશ્ચર્યાનો લાભ મળ્યો છે, આ પ્રકારના અંતરમુખી વિચારથી મનને પ્રસન્ન રાખે. આહારાર્થી પ્રાણીઓ પ્રતિ વિવેક :
तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया ।
तं उज्जुयं ण गच्छेज्जा, जयमेव परक्कमे ॥ છાયાનુવાદઃ તથૈવોન્વાવવા: પ્રાપI:, મત્તાર્થ માતા: I
__ तजुकं न गच्छेत् , यतमेव पराक्रमेत् ॥ શબ્દાર્થ - તદેવ = તેમજ ગોચરીએ જતા સાધુને કોઈ સ્થાને મરકૂપ = આહાર પાણીને માટે સમાયા = એકત્ર થયેલા ૩ષ્યવથી પણ = નાના મોટા પ્રાણીઓ હોય તો તે ૩yયું = તેઓની સન્મુખ થઈને, તે સીધા રસ્તાથી જ છિન્ના = ન ચાલે, ન જાય નવમેવ = ચાલે તો યતનાપૂર્વક, વિવેકયુક્ત પરને = ગમન કરે. ભાવાર્થ :- જ્યાં નાના મોટાં પશુ પક્ષીઓ ખોરાક માટે કે ચણ માટે એકઠાં થયેલા હોય ત્યાં તેની સન્મુખ થઈને ભિક્ષુ ગમન ન કરે અથવા તે સીધા માર્ગથી ન ચાલે પણ ઉપયોગપૂર્વક બીજે માર્ગેથી ગમન કરે અથવા બીજો માર્ગ ન હોય તો ત્યાં યતનાપૂર્વક ચાલે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂક્ષ્મતમ અહિંસા પાલન સંબંધી વિવેક દર્શાવ્યો છે. તદેવ ૩ષ્યાવયા પાણી... – મુનિ ભિક્ષા માટે ગમન કરતા હોય તે સમયે રસ્તામાં કોઈ જગ્યાએ ચણવા માટે અથવા ચરવા માટે કે પાણી માટે નાના મોટા પક્ષી અથવા પશુ એકઠા થયા હોય તો તે માર્ગે સાધુ-સાધ્વીએ જવું ન જોઈએ. તેવા માર્ગે ચાલવામાં પક્ષીઓ ભયથી ફફડીને ઊડી જાય અને પશુઓ ભડકીને દોડાદોડી કરી મૂકે, તેમજ તે જીવોને ખાવાપીવામાં અંતરાય થાય, વાયુકાય જીવોની વિરાધના થાય; ઈત્યાદિ અનેક પ્રકારે અન્ય જીવોને પીડા થાય છે માટે મુનિ તે માર્ગ પર પશુ, પક્ષીઓને જોઈને બીજા માર્ગેથી યતનાપૂર્વક જાય. કારણ કે અહિંસા મહાવ્રતી મુનિ કોઈપણ જીવને ભય કે ત્રાસ થાય, આહારનો અંતરાય થાય, તેવી પ્રવૃત્તિ કરતા નથી. ઘરોમાં બેસવા ઊભા રહેવાનો વિવેક :
गोयरग्गपविट्ठो य, ण णिसीएज्ज कत्थई । कहं च ण पबंधेज्जा, चिट्ठित्ताण व संजए ।