________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
[ ૧૯૭]
બીજે ન જવી જોઈએ. ગંગદ દિયે દવે - ગાથા નેવુંના આ ચોથા ચરણમાં ગુરુ સમક્ષ શું આલોચના કરે તેને સ્પષ્ટ કર્યું છે. તે વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ગાથા નેવ્યાસી અનુસાર મુનિએ જે જે વિષય અને અતિચાર દોષ (ગમનાગમન તથા ગૌચરીના) યાદ કર્યા છે તે વિષયોને અને દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે (૨) = નહીં = જે જે રીતે, જે જે પદાર્થ નહિત્ય ભવે = ગ્રહણ કર્યા છે, લેવામાં આવ્યા છે તે તે વિષયની આલોચના કરે. આ બંને ય અર્થ અહીં સાપેક્ષ છે, પ્રાસંગિક છે. પુણો પહિને :- પહેલાં કે પછીના કોઈપણ અતિચાર વગેરેના વિષયો છદ્મસ્થ દશાના કારણે ચિંતન, ગ્રહણ કે આલોચના પ્રતિક્રમણમાં રહી ગયા હોય તો મુનિ તેને શાંતિથી ફરી ફરી યાદ કરી, ગુરુ સમક્ષ આલોચના પ્રતિક્રમણ કરી લે. તેમાં કોઈ પ્રકારનો સંકોચ ભાવ કે આળસ મુનિ ન કરે. અહીં વ્યાખ્યાકારોએ એક વાત વિશેષ સ્પષ્ટ કરી છે કે ગુરુ તે સમયે કોઈ કાર્યમાં વ્યસ્ત હોય; રુણ, વૃદ્ધ અવસ્થામાં હોય અથવા ધ્યાન વગેરે સાધનામાં લીન હોય, ત્યારે મુનિ ગુરુ દ્વારા નિયુક્ત, પૂર્વ સૂચિત કોઈપણ સ્થવિર, વડીલ શ્રમણ પાસે આલોચના વગેરે કરે. લોકો નં - આલોચનાનું કાર્ય પૂર્ણ કર્યા પછી મુનિને પોતાની સંયમ વૃત્તિ કે ભિક્ષાવૃત્તિ અથવા તો જિનેશ્વર દ્વારા ઉપદિષ્ટ આ સંયમ માર્ગ પ્રત્યે અંતર મનમાં અનુમોદના અને અહોભાવ પ્રકટ કરવાનો સંદેશ એકાણુંમી ગાથાના આ અંતિમ ચરણમાં આપ્યો છે કે મુનિ કાયોત્સર્ગપૂર્વક આ પ્રકારે બાણુમી ગાથા પ્રમાણે) ચિંતન કરે. અનિહિં. - આ બાણુંમી ગાથામાં અહોભાવવાળા ચિંતનના વિષયને સ્પષ્ટ કર્યો છે. સંસારમાં લોકો શરીર પોષણ, પરિવાર પોષણ અને ઈન્દ્રિય પોષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ-પાપાચરણોનું સેવન કરે છે. તેમાંથી મુનિને ઇન્દ્રિય પોષણ તો હોય જ નહીં કેમ કે તે તેના સર્વથા ત્યાગી હોય છે.
શરીર પોષણ અને પરિવાર પોષણ પણ મુનિઓને હોતું નથી પરંતુ તેની જગ્યા શરીર નિર્વાહ વૃત્તિ અને શિષ્ય પરિવાર(સમુદાય) નિર્વાહવૃત્તિ તેઓને હોય છે. તેમ છતાં ત્રિકાલદર્શી પરમ કૃપાળુ સર્વજ્ઞ પ્રભુએ શ્રમણ જીવનના નિર્વાહ માટે અનુપમ નિર્દોષ ભિક્ષા વૃત્તિનું નિરૂપણ કર્યું છે. તે ભિક્ષા વૃત્તિ માટે પ્રભુએ બેતાલીસ, સુડતાલીસ અને અપેક્ષાએ સેંકડો નિયમ ઉપનિયમોનું સૂચન અનેક આગમોમાં કર્યું છે. તેિનું સંકલન આ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપ્યું છે. તેમાં પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રના આ અધ્યયનમાં અને આચારાંગ ર/૧/૧-૧૧માં એકી સાથે સુવિસ્તૃત માર્ગદર્શન છે.
આ સર્વ માર્ગદર્શન અને સૂચનોને નજરમાં રાખી, સાધક ગોચરી પ્રસંગે આલોચના પ્રતિક્રમણ કર્યા પછી, કાયોત્સર્ગ મુદ્રામાં વીતરાગ માર્ગ પ્રત્યે અહોભાવમાં આ રીતે લીન બને કે મારે મોક્ષપ્રાપ્તિની સાધના કરવી છે અને તે સાધના આ માનવ શરીરના માધ્યમે જ થાય છે તથા આ શરીરને ટકાવવા, તેનામાં આહારના પુગલોનો પ્રક્ષેપ કરવો આવશ્યક થાય છે. તે આહાર પુગલોને પ્રાપ્ત કરવા ગૌચરીની આ નિષ્પાપ વૃત્તિ જિનેશ્વરોએ દર્શાવીને અનુપમ ઉપકાર કર્યો છે. મારા પણ મહાન શુભ કર્મ સંયોગ છે કે મને આવો સુઅવસર પ્રાપ્ત થયો છે. આ રીતે આહાર કરવા પહેલાં જિનવાણીની અનુમોદના કરી