________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભિક્ષુ મહાનિર્જરાનો લાભ પ્રાપ્ત કરે, એવો આ બાણુંમી ગાથાનો ઘોષ છે. માટે સાધુ આ ગાથાના પ્રત્યેક પદોને અને તેના ભાવોને પોતાની રગે–રગમાં રમાવી દે.
૧૯૮
ખમુ રેખં... :– ઈર્ષાવહિ અને ગૌચરી સંબંધી પ્રતિક્રમણ થયા પછી જિનવાણી પ્રત્યે અહોભાવ ચિંતનનો કાયોત્સર્ગ પૂર્ણ થતાં, તે પછીની વિધિ આ ત્રાણુંમી ગાથામાં કહી છે. તેના ભાવ સરળ અને સ્પષ્ટ છે કે મુનિ નમસ્કાર મંત્રના ઉચ્ચારણ સાથે કાર્યોત્સર્ગની પરિસમાપ્તિ કરતાં ચોવીસ જિનેશ્વરોની ભક્તિ સ્તુતિ માટે લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરે અને કઈક વિશ્રામ કરે. તે વિશ્રામ સમયે સાધર્મિક શ્રમણોને અને ગુરુ ભગવંતોને પોતાના આહારમાંથી અર્પણ કરવાનો સંકલ્પ કરે.
ગાથા ચોરાણુંમાં આહાર નિયંત્રણનું સંકલ્પ અને ગાથા પંચાણુંમાં નિમંત્રણ વિધિ તથા સધાર્મિક સાથે ભોજન તેમજ ગાથા ઈન્દુમાં કોઈ શ્રમણ નિમંત્રણ સ્વીકાર ન કરે ત્યારે પોતાને પ્રાપ્ત આહાર સ્વયં કરવો, વગેરે ભાવો છે.
દિયમાં તામક્રિમો :– લાભાર્થી = મોક્ષાર્થી, નિર્જરાર્થી મુનિ. હિતકારી - આત્મહિતનું ચિંતન કરે. આ બે શબ્દોમાંથી એક શબ્દ સાધુનું વિશેષણ છે અને એક શબ્દ ચિંતનનું વિશેષણ છે.
મિતેષ્ન નહવનામ :- શ્રમણ સમુદાયમાં આહાર કરવાની પદ્ધતિ બે પ્રકારે હોય છે– (૧) એક મંડલમાં સામુહિક આહાર કરનાર (ર) સ્વતંત્ર અભિગ્રહ યુક્ત આહાર કરનાર. સામુહિક આહાર કરનાર શ્રમણ દ્વારા પોતાના વિભાગમાં આવેલા આહારમાંથી વડીલના ક્રમથી નિયંત્રણ કરવું અને અભિગ્રહધારી શ્રમણ દ્વારા પોતાની સ્વતંત્ર લાવેલી ગૌચરીમાંથી નિયંત્રણ કરવું, નિયંત્રણ કરવામાં કોઈ શ્રમણની આવશ્યકતાની પૂર્તિ થઈ જાય છે. નિયંત્રણ કરનારને પોતાના હકના ત્યાગનો લાભ થાય છે. તેથી પરસ્પરમાં માન–સન્માન, પ્રીતિ ભાવની વૃદ્ધિ થાય છે. નિમંત્રણનો ક્રમ છે– આચાર્ય, ઉપાધ્યાય, દીક્ષા સ્થવિર, વય સ્થવિર, રોગી, તપસ્વી, નવાગંતુક, નવદીક્ષિત, રત્નાધિક અને અંતે નાના શ્રમણોને નિમંત્રણ કરવું. ક્રમ સાચવવાથી કોઈનો અવિનય ન થાય.
આલોક્ માળે :-નિમંત્રણ વિધિ પૂર્ણ થતાં ગાથા છત્નુંમાં આહાર કરવાની વિધિ દર્શાવી છે કે મુનિ પહોળા મુખવાળા પાત્રમાં આહાર કરે. પહોળા પાત્રમાં આહાર કરતાં આહારના પદાર્થોમાં જીવ જંતુની પ્રતિલેખના બરોબર થાય અને કોઈ અખાધ પદાર્થ-કાંકરો, કચરો વગેરે હોય તો સહજ દેખાય જાય.
નયં અરિયાલિય :– આ શબ્દથી મુનિની કાયિક યતના સૂચિત કરી છે કે આહાર કરતા મુનિ અંશ માત્ર પણ ઢોળ્યા વિના યનનાપૂર્વક આહાર કરે, નીચે ભૂમિ પર કઈ વેરાય નહીં. ઢોળાવાથી ખાધ પદાર્થનો વિનાશ ચાય, સફાઈ કરવાના કાર્યની વૃદ્ધિ થાય અને જીવોની વિરાધના થાય. માટે મુનિ પૂર્ણ જયણાપૂર્વક આહાર કરે.
આહાર નિયંત્રણની વિસ્તૃત વિધિ અને આહાર કરવા સંબંધી વિવેકનું વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૨૧/૧૧ પૃષ્ઠ ૧૬૪થી જાણવું.