________________
- ૧૯૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
યતનાપૂર્વક, નીચે ન વેરાય તેવી રીતે આહાર કરે. વિવેચન :
પ્રસ્તુત આઠ ગાથાઓમાં ગૌચરી ગયેલા સાધુની ઉપાશ્રયમાં પ્રવેશવિધિ, આલોચનાવિધિ, આહાર નિમંત્રણ વિધિ અને અંતે આહાર કરવાની વિધિનું ક્રમશઃ નિરૂપણ છે.
પડપાયમાન સંપુર્વ ડિદિયા :- જે ભિક્ષુ સ્વસ્થાને આવીને આહાર કરવા ઈચ્છે છે તે afપંડય- આહારના પાત્ર સહિત આન્મ- આવીને, વંદુ પડિલેહમકાનની–ઉપાશ્રયની પ્રતિલેખના કરે અર્થાત્ ઉપાશ્રયમાં આવે. આ રીતે સત્યાસીમી ગાથાનો સંપૂર્ણ અર્થ છે– ગુરુની આજ્ઞાપૂર્વક ગોચરી ગયેલા ભિક્ષુ ઉપાશ્રયમાં આવીને આહાર કરવા ઇચ્છે તો વિધિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરે.
વિસિત્તા – સૂત્રકારે આ શબ્દ દ્વારા પ્રવેશ વિધિને સૂચિત કરી છે. વિનયપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરે. સહુ પ્રથમ મન્થ વંલામિ શબ્દોચાર દ્વારા વિનય પ્રગટ કરે. તેની સાથે જ નિસિથી નિસિથી શબ્દનું ત્રણ વાર ઉચ્ચારણ કરે. તે શબ્દોચ્ચાર દ્વારા ગુરુને સૂચન કરે કે "આપની આજ્ઞાપૂર્વક ગોચરીના આવશ્યક કાર્યથી નિવૃત્ત થાઉં છું. ત્યારપછી સાતે ગુણો = ગુરુની સમીપે જાય. પ્રસ્તુત ગાથામાં ગુરુને આહાર પાણી દેખાડવા તેવો પાઠ નથી પરંતુ ગુરુની સમીપે જવાનું તાત્યર્પ એ જ છે કે ત્યાં જઈને વિનયપૂર્વક આહાર પાણી દેખાડે અને ફરિયાવાદમાવાવ પડખે = ઈરિયાવહિના પાઠથી ગમના- ગમનનું પ્રતિક્રમણ કરે.
કામોત્તાબ... :- ગાથા અઠ્યાસીમાં ઈર્યાવહિ સુધીનું કથન કર્યા પછી આ નેવ્યાસીમી ગાથામાં બતાવ્યું છે કે મુનિ સંપૂર્ણ અતિચારોને ગુરુ સમક્ષ પ્રગટ કરતાં પહેલાં સ્વયં વ્યવસ્થિત રીતે યાદ કરી લે(૧) ગમનાગમન માર્ગ સંબંધી (૨) આહાર પાણીની ગવેષણા સંબંધી. તે સિવાય કોઈ વિશેષ વાર્તા કે પ્રસંગ કોઈ ગૃહસ્થના ઘરમાં થયો હોય કે દેખ્યો હોય તો તેને પણ સ્મૃતિમાં લે અને વિચાર કરે છે તેમાં મને કયો અતિચાર દોષ, અનાચાર દોષ લાગ્યો છે? અને તેમાં ગુરુ સમક્ષ આલોચના કરવાનું શું છે? તેને ક્રમ પ્રમાણે યાદ કરીને તેમજ ગોઠવણી કરીને યથાર્થ ભાવે વિચારે; ગાથાના પૂર્વાર્ધનો આ ભાવ છે.
માનો ગુસTI :- સાધુ આત્મ વિશુદ્ધિ માટે ગુરુ સમક્ષ અથવા ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય વડીલ શ્રમણ સમક્ષ આલોચના કરે. ગાથા નેવ્યાસી પ્રમાણે અનુશીલન ચિંતન કર્યા પછી આ ગાથા નેવુંમાં મુનિને ગુરુ સમક્ષ આલોચના કરવાનું સૂચન છે. તે માટે ગાથાના પૂર્વાર્ધમાં આલોચના કરનાર વ્યક્તિના ત્રણ આવશ્યક ગુણો દર્શાવ્યા છે– (૧) તે આલોચના કરનાર ભિક્ષુ ૩જુવો = સરલ બુદ્ધિવાળો થઈને આલોચના કરે. (૨) ઉદ્વેગ રહિત–શાંત સ્વભાવે અને ગંભીર હૃદયે આલોચના કરે. (૩) એકાગ્રચિત્ત થઈને આલોચના કરે. તાત્યર્પ એ છે કે આલોચના સમયે (૧) કંઈ પણ છુપાવવાની વૃત્તિ ન થવી જોઈએ (૨) આહાર કરવા વગેરેની ઉતાવળ, વ્યગ્રતા ન થવી જોઈએ (૩) ચિત્ત કે ચિંતન ધારા ક્યાંય