________________
૧૮૮ ]
શ્રી દશવૈકાલિક સત્ર
માટે મુનિને હાથમાં પાણી આપે છે. આ રીતે આ ગાથાઓમાં શ્રાવક અને સાધુની આચારનિષ્ઠા અને સહજ સરલતાનું ચિત્ર સ્પષ્ટ થાય છે. નં ૨ દુષ્ણ અનેM - ઉપરોક્ત એટલી બધી સાવધાનીની સૂચના સાથે પણ જ્ઞાની ભગવંતોએ છદ્મસ્થથી (સામાન્ય જ્ઞાનીથી) થતી ભૂલને પણ નિહાળી છે, તેનું સૂચન આ વાક્યમાં છે કે કદાચ સાધુ ધોવણ પાણીના અચિત્ત હોવાની ગવેષણા કરી, શીધ્ર લેતા થઈ જાય; પેય–અપેય, ઉપયોગીઅનુપયોગીનો વિચાર કરતાં ચૂકી જાય, ભુલાઈ જાય અને લઈ લીધા પછી ત્યાં જ વિચાર થાય અથવા તો ઉપાશ્રયમાં જઈ તે પાણીનો ઉપયોગ કરવાથી ખ્યાલ આવે કે આ પાણી પ્રયોજન સિદ્ધ કરવા લાયક નથી, તરસ મટાડે તેમ નથી; ઉલટું નુકસાનકારી છે. આવો નિર્ણય થઈ જાય તો મુનિ તે પાણી સ્વયં પીવે નહીં અને અન્ય સાધુને પણ પીવા દે નહીં પરંતુ વિધિપૂર્વક પરઠી દે(પરિષ્ઠાપન કરી દે).
પ્રસ્તુત કથનમાં સૂત્રકારની દીર્ઘદર્શિતા અને ગંભીરતા પ્રતીત થાય છે. સાધુની ગવેષણામાં પદાર્થની પ્રાસુકતા અને નિર્દોષતા જેટલી મહત્ત્વની છે તેટલી જ મહત્તા પદાર્થની પથ્યકારિતાની છે. નિર્દોષ પદાર્થ પણ અપથ્યકારી હોય તો તે અગ્રાહ્ય છે. શરીરની સ્વસ્થતા સંયમ પાલનમાં સહાયક છે. તેથી સૂત્રકારે તે પાણીને પરઠવાની વિધિનું સૂચન કર્યું છે. પરિખ પડિવને – એકયાસીમી ગાથામાં પરઠવાની વિધિ દર્શાવતાં તે સંબંધી ચાર સમાચારિક નિયમોનું સૂચન છે– (૧) પરઠવા લાયક તે પાણીને મુનિ જ્યાં ત્યાં ન પરઠે પરંતુ આવાગમન રહિત લોકો ન દેખતા હોય તેવા એકાંત સ્થાનનું અનુપ્રેક્ષણ કરે. કારણ કે એમને એમ સર્વ પાણીને ફેંકતા જોઈ લોકોને કેટલા ય વિચારો ઉત્પન્ન થાય, માટે નાની-નાની બાબતોનો પણ મુનિએ વિવેક રાખવો આવશ્યક થઈ જાય છે. આ કારણે અહીં પહેલું સૂચન પાતવિ®મત્તા = એકાંતમાં જાય, તેમ છે.
(૨) તે પાણી પરઠવા માટે ભૂમિ અચિત્ત હોવી જોઈએ અર્થાત્ ત્યાં પૃથ્વી ખાર, સચિત્ત માટી, લીલ ફગ કે લીલોતરી અને કીડીઓ વગેરે જીવો ન હોય, એ વિશેષ પ્રતિલેખન કરવાનું હોય છે. કારણ કે મુનિની દરેક પ્રવૃત્તિમાં અહિંસાની પ્રધાનતા હોય છે. (૩) યતનાપૂર્વક પરઠે. તેનું તાત્પર્ય એ છે કે દૂરથી કે ઊંચેથી ન ફેંકે, ત્યાં જઈને સારી રીતે જીવોનું નિરીક્ષણ કરી, કોઈપણ જીવ ઉપર તે પાણીનો રેલો ચાલ્યો ન જાય, ક્યાંય નાના ખાડામાં પાણી ભરાઈ ન જાય, કારણ કે તેમાં જીવ પડીને કષ્ટ પામે વગેરે દોષોથી બચવા માટે મુનિ વિવેકપૂર્વક નીચે નમીને ઓછું ઓછું પાણીને ફેલાવીને પરઠે. આ રીતે ગુરુગમથી પૂર્ણ વિધિને સમજીને તથા અનુભવ કરીને સાધક વિધિનો પૂર્ણ અભ્યાસ રાખે. (૪) પરઠતી વખતે માલિક વગરની જગ્યાનો ઉપયોગ કરવા માટે મુનિ શક્રેન્દ્રની આજ્ઞા લે, પાણી પરઠીને ત્રણવાર વોસિરે- વોસિરે કહે અને પાછા વળતાં, ગુરુના અવગ્રહે પહોંચતાં નિસ્લિદી નિત્સિદી કહે, પછી યથાસ્થાને પાત્ર મૂકીને ઈરિયાવહીના પાઠનો કાયોત્સર્ગ કરે. કારણ કે દશવૈકાલિક ચૂલિકા ગાથા-૭ અનુસાર મુનિ
મજ વડસરી = વારંવાર અર્થાત્ પ્રસંગ પ્રસંગ પર કાયોત્સર્ગ કરનાર હોય છે. જેમ કે પ્રતિલેખન પછી, ગોચરી લાવ્યા પછી, ઈંડિલે જઈને આવ્યા પછી, સ્વાધ્યાય કર્યા પછી, નિદ્રા લઈને ઊઠ્યા પછી વગેરે વગેરે.